Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ટ્રમ્પના કાર્યક્રમમાં વપરાયેલી 500 જેટલી બસોનો અમદાવાદવાસીઓ ચુકવશે ખર્ચ

કોર્પોરેશને આપેલ લોનના ચૂકવવા બાકી નાણામાં બસના બિલમાં જમા કરી દેવાશે

અમદાવાદ : અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં એએમટીએસની 500 જેટલી બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારમાંથી લોકોને લાવવા માટે કોર્પોરેશનની બસો લેવામાં આવી હતી. આ બસોના ભાડા માટે ૨૫ લાખ જેટલો ખર્ચ થયો છે. આ ખર્ચ કોર્પોરેશન ચૂકવશે. એટલે કે સરકારના કાર્યક્રમમાં ઉપયોગ કરાયેલી બસોનું ભાડું અમદાવાદીઓએ ચૂકવેલા ટેક્સના નાણાંમાંથી થશે. વિકાસના કામો પાછળ ખર્ચ થવાને બદલે બસ ભાડાની ચૂકવણીમાં જશે

  સામાન્ય રીતે સરકારી કાર્યક્રમ હોય તો સરકારે ખર્ચ કરવો જોઈએ પરંતુ અહીં તો કોર્પોરેશન નાણાં ચૂકવશે એએમટીએસના ચેરમેન કહેવું છે કે, કોર્પોરેશન એ એમ ટી એસ ને લોન આપે છે આ લોનના નાણાં ચૂકવવાના બાકી છે ત્યારે સરકારી કાર્યક્રમોમા જે બસ આપવામાં આવે છે તેના બિલમાં જમાં કરી દેવામાં આવે છે.

(7:57 pm IST)