Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દાદા ભગવાન પંથના અનુયાયીએ ગૂરૂની વાત માની જમાઈને આપ્યા 5.84 કરોડ: મુંબઈની જમીન બોગસ કાગળો આપી દીધા

ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈના કેસમાં ગુનો નોંધી હાથ ધરી તપાસ: બિપીન પટેલ અમેરિકા ચાલ્યા ગયા:

વડોદરા : દાદા ભગવાન પંથના અનુયાયી અને મુંબઇની કંપનીના એમ.ડી. સાથે પંથના ગુરૂ કનુદાદાના કહેવાથી તેમના જમાઇ અને નામચીન ઠગ અબ્દુલ રહેમાને મુંબઇની જમીનના બોગસ કાગળો બનાવી રૂ.૫.૮૪ કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે. મુંબઇના કાંદીવલી વેસ્ટ ખાતે કમલાનગરમાં રહેતા અને અમૃત્વ એક્સપોર્ટ પ્રા.લિ.ના નામે એગ્રો પ્રોડક્ટના એક્સપોર્ટનું કામ કરતી કંપનીના એમ.ડી.અલ્પેશ કાંતીલાલ પટેલે પોલીસને કહ્યું છે કે, હું દાદા ભગવાન પંથનો અનુયાયી હોવાથી વડોદરામાં આત્મજ્યોતિ આશ્રમ ખાતે સુધન એપાર્ટમેન્ટમાં રહેતા પંથના ગુરૂ 

કનુદાદાએ તેમના જમાઇ બિપીન બાબુલાલ પટેલનો પરિચય કરાવ્યો હતો અને જમાઇ મોટા શહેરોમાં કોર્ટે લીક્વિડેટ કરેલી જમીનો છોડાવવાનું કામ કરતા હોવાથી તેમને એક મોટી જમીન છોડાવવા રૂપિયાની જરૂર છે તેમ કહી પરિચય કરાવ્યો હતો. અનુયાયી અલ્પેશ પટેલે કહ્યું છે કે, બિપીન પટેલને મળ્યો ત્યારે તેની સાથે અબ્દુલ રહેમાન અબ્દુલ કરીમ સફરી પણ સાથે હતો. બંને જણાએ મુંબઇના દહીસર ખાતેની એક જમીનના ગુજરાત અને મુંબઇ હાઇકોર્ટના ઓર્ડરો, કલેક્ટરના હુકમ સહિતના કાગળો બતાવ્યા હતા અને આ જમીન માટે વર્ષ-૨૦૧૨ થી ૨૦૧૭ દરમિયાન ટુકડે ટુકડે રૂ.૫.૮૪ કરોડ લીધા હતા. પરંતુ તપાસ કરતાં આ ઓર્ડરો બોગસ હોવાનું જણાઇ આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં ઠગાઇના કેસમાં પકડાયેલા અબ્દુલ રહેમાન અને બિપીન પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મુંબઇની કંપનીના એમ.ડી.સાથે જમીન છોડાવવાના નામે ઠગાઇ કરનાર બિપીન પટેલ હાલ અમેરિકામાં રહેતા હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થઇ છે. બિપીન પર દબાણ લાવવા માટે પોલીસે તેમના નિકટના સબંધીઓની પણ વિગતો મેળવી છે.

મુંબઇની કંપનીના સંચાલક પાસે રૃપિયા પડાવવા માટે બિપીન પટેલ અને અબ્દુલ રહેમાને કહ્યું હતું કે,અમારી સાથે સી.એ.મનેષ મહેતા પણ છે.દહીસરની સર્વે નંબર ૩૪૪ ની મોટી જમીન પેટે એક વર્ષમાં રૃા.૪૫૦ કરોડ ભરપાઇ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.તેમણે તા.૧૦-૩-૨૦૧૨નો હુકમ પણ બતાવી કંપનીના એમ.ડી.નો વિશ્વાસ સંપાદન કર્યો હતો.

(7:52 pm IST)