Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વિરમગામના શ્રી બહુચરાજી મંદિર ખાતે પંચ કુંડી નવચંડી યજ્ઞ યોજાયો

મોટી સંખ્યામાં વિરમગામ શહેર તેમજ આજુબાજુના ગામના ભાવીક ભક્તોએ દર્શનનો લાભ લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : શ્રી બહુચરમાતાજીનું મંદિર સુથારફળી ચોક વિરમગામનો પાટોત્સવ સંવત 2076 ફાગણસુદ-3 ને બુધવાર તા.26 ફેબ્રુઆરીના રોજ ખુબજ આનંદ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. પંચ કુંડી યજ્ઞના યજમાનપદે હિતેશભાઈ પ્રભુભાઈ મુનસરા, જગદીશભાઈ કસ્તુરચંદ શેઠ , દિનેશભાઈ વાડીલાલ સોની , દેવેન્દ્રભાઈ ચમનદાસ દુબ્બલ , કૌશિકભાઇ જગદીશચંદ્ર ભટ્ટ તેમજ માં બહુચરની શણગાર યાત્રાના યજમાન નીતાબેન પ્રમોદભાઈ દવે એ લાભ લીધો હતો

 આ ઘાર્મિક કાર્યક્રમમાં પંચ કુંડી નવચંડી યજ્ઞ નો પ્રારંભ સવારે 10કલાકે થયો અને પૂર્ણાહુતિ શ્રીફળ સાંજે 4:30 કલાકે હોમવામા આવ્યું હતું ત્યારબાદ બહુચર આનંદના ગરબાનો પ્રારંભ 5:00 કલાકે થયો હતો. મોટી સંખ્યામાં વિરમગામ શહેર તેમજ આજુબાજુના ગામના ભાવીક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. પૂજારી મહેન્દ્રભાઈ રાવલ દ્વારા ઘણા વર્ષોથી ફાગણ સુદ ત્રીજના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.

(7:10 pm IST)