Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ભરૂચની નર્મદા ચોકડીના પાસે દારૂનો કેસ નહિ કરવા માટે લાંચ લેનાર દહેજ મરીન પો.સ્ટે.નો હે.કો.એસીબીના છટકામાં ભેરવાયો

ગિફ્ટ બોક્ષ માં દારૂની બોટલ મળતા હે.કો.૨ લાખની માંગ કરતા ૧.૨૫ લાખ આપવાના નક્કી કર્યા : ૫૦ હજાર આપ્યા બાદ બાકીના રૂપિયા આપતા પહેલા એસીબી ની મદદ લેતા છટકામાં ઝડપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભરૂચની નર્મદા ચોકડીના પાસે દારૂનો કેસ નહિ કરવા માટે લાંચ માગનાર દહેજ મરીન પો.સ્ટે.નો હે.કો. એસીબીના છટકામાં ઝડપાયો હતો.

 પ્રાપ્ત માહિતી અનુસાર એક જાગૃત નાગરિક ની ફરિયાદ મુજબ પોતાની સ્વીફટ કાર લઇને ભરૂચ ખાતે લગ્નમાં જતા હતા ત્યારે તેના પિતાના મિત્રની ગીફટ ભરૂચ ખાતે લઇ જવાની હોય, ફરીયાદી તે ગીફટ પોતાની કારમાં મુકીને લઇ જતા હતા દરમ્યાન ભરૂચ-મઢુલી સર્કલ પાસે એક સ્કોડા ગાડીવાળાએ ફરીયાદીની ગાડી રોકી ફરીયાદીની ગાડીમાં બેસી,પોતાની પોલીસ હોવાની ઓળખ આપી,ગાડી ચેક કરતાં ફરીયાદી પાસે જે ગીફટ હતી તેમાં દારૂની બોટલ મળી આવી હોય માટે દારૂનો કેસ નહી કરવા માટે ફરીયાદી પાસે રૂા.ર,૦૦,૦૦૦ ની માંગણી કરતાં રકઝકના અંતે રૂા.૧,ર૫,૦૦૦ નકકી કરી તે પૈકી રૂા.૫૦,૦૦૦ અગાઉ લઈ લીધા બાદ બાકીના રૂા.૭૫, ૦૦૦ પૈકી ફરીયાદીએ રકમ ઓછી કરવા જણાવતા રૂા.૨૫,૦૦૦ ઓછા કરી બાકીના રૂા.૫૦,૦૦૦ આપવાનું નક્કી થયું હોય આ લાંચના રુપીયા ફરીયાદીએ આપવા ન હોય તેણે એસીબીમા ફરીયાદ કરતા ફરીયાદના આધારે વડોદરા  ગ્રામ્ય એસીબી પીઆઇ કે.વી.લાડ અને ટીમેં લાંચનુ છટકુ ગોઠવતા આરોપી મનીષ બાબુભાઇ મિસ્ત્રી, હે.કો.દહેજ મરીન પો.સ્ટે. જી.ભરૂચના કહેવાથી બીજો આરોપી ધર્મેશ લાલજી ભાઈ રાવળ (ખાનગી વ્યક્તિ), રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી,નવા બજાર,કરજણ, જી.વડોદરા એ લાંચના રુપીયા ૫૦, ૦૦૦ સ્વીકારી એકબીજાને મદદગારી કરી,આરોપી નં.(૨) સ્થળ પરથી પકડાઇ જઇ,તેમજ આરોપી નં.(૧) નાશી જઇ ગુનો કરતા વડોદરા ગ્રામ્ય એસીબી ટીમની આ ટ્રેપ સફળ થઈ હતી.

(6:29 pm IST)