Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પેટલાદ તાલુકાના રૂપિયાપુરામાં પુરપાટ ઝડપે જતું બુલેટ ઝાડ સાથે અથડાતા ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ

પેટલાદ:તાલુકાના રૂપિયાપુરા ખાતે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતું એક બુલેટ ઝાડ સાથે ભટકાતા ચાલકનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર બોરસદ તાલુકાના કાવિઠા ગામે રહેતા સંજયભાઈ મનુભાઈ પટેલ ગઈકાલે રાત્રીના સુમારે ઘરેથી પેટલાદ તાલુકાના વીરોલ (સી)ગામની સીમમાં આવેલા ખેતરમાં ખેતીકામ પતાવીને બાદમાં પેટલાદ ખાતે જમીને પરત ઘરે આવીશ તેમ જણાવીને પોતાનું બુલેટ નંબર જીજે-૧૭, બીઈ-૮૦૯૦નું લઈને નીકળ્યા હતા. દરમ્યાન રૂપિયાપુરા ગામની સીમમાંથી પસાર થતા હતા ત્યારે એકાએક સ્ટેરીંગ પરનો કાબૂ જતો રહેતા બુલેટ ઝાડ સાથે ભટકાયું હતુ જેમાં સંજયભાઈને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતુ.

(5:41 pm IST)