Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ઠાસરાના મુળીયાદ નજીક અગાઉ નિર્દોષ શખ્સને માર મારી લૂંટ ચલાવનાર 27 શખ્સો પૈકી 24ને અદાલતે 10-10 વર્ષની સજાની સુનવણી કરી

ઠાસરા: તાલુકાના મુળીયાદ નજીક સાડા ચાર વર્ષ અગાઉ ડફેરો આવ્યાંની બૂમોથી ત્રાસેલી પ્રજાએ રસ્તો ભુલી ગયેલા એક કાર ચાલકને માર મારીને ૫૭ હજારની લૂંટ કરી કારની તોડફોડ કરવામાં પકડાયેલા ૨૭ પૈકી ૨૪ને નડીઆદની કોર્ટે તકશીરવાર ઠેરવીને ૧૦-૧૦ વર્ષની સજા ફટકારી હતી જ્યારે ત્રણને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

મળતી માહિતી સન ૨૦૧૫માં ખેડા જિલ્લામાં વિવિધ ઠેકાણે ડફેરોની બૂમો પડતી હતી. હાઈ જમ્પ મારતાં ડફેરો સમી સાંજે આવતા હોવાની વહેતી થયેલી અફવામાં બુધ્ધિજીવી લોકો પણ જોડાયાં હતાં. ઘણાં ગામડામાં રાતભર ઉજાગરા થતા હતા. આવા વખતે ઘણી જગ્યાએ નિર્દોષોને પણ ડફેર સમજીને મારવામાં આવતાં હતાં. ગમે ત્યાં ફરતાં અસ્થિર મગજના લોકો પણ પ્રજાના મારનો ભોગ બન્યાંના દાખલા જિલ્લામાં જોવા મળતાં હતાં. જેથી વહીવટીતંત્ર અને પોલીસતંત્રએ પ્રજાને આવી અફવામાં જોડાવુ નહી અને કાયદો હાથમાં લેવો નહી તેવી વિનંતીઓ કરી હતી.

(5:40 pm IST)