Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

નડિયાદના પવનચક્કી રોડ પર આવેલ મેઘાનગર સોસાયટીમાં બપોરના સુમારે બાઈકની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી

નડિયાદ: શહેરમાં પવનચક્કી રોડ પર આવેલ મેઘાનગર સોસાયટીમાં રહેતાં જીતેન્દ્ર ભાનુદાસ ભંગાડે ગત તા.૧૯--૨૦ ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં પોતાનું બાઈક ચંપાતલાવડી તરફ જવાના ક્રોસ પાસે આવેલ એક કિરાણા સ્ટોર નજીક લોક કરી પાર્ક કર્યું હતું. અને તેઓ તેમના મિત્રની ગાડીમાં બેસી લીંબાસી ગયાં હતાં. જે દરમિયાન કોઈ અજાણ્યો વાહનચોર જીતેન્દ્રભાઈનું બાઈક ચોરી કરી લઈ ગયો હતો. દોઢેક કલાક બાદ પરત આવેલા જીતેન્દ્રભાઈએ પાર્ક કરેલી જગ્યા પર પોતાનું બાઈક ના જોતાં ચોંકી ઉઠ્યાં હતાં. જીતેન્દ્રભાઈ અને તેમના મિત્રોએ આસપાસના વિસ્તારમાં બાઈકની શોધખોળ કરી હતી.

જો કે આજદિન સુધી બાઈકનો કોઈ પત્તો ના લાગતાં આખરે જીતેન્દ્રભાઈ ભાનુદાસ ભંગાડે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યાં વાહનચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:40 pm IST)