Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સુરત:ભટાર રોડ પર બે કોમ્પ્લેક્ષના ફ્લેટને બારોબાર વેચી દંપતીને 1.30 કરોડનો ચૂનો ચોપડતા પોલીસ ફરિયાદ

સુરત:ભટાર રોડના રાજ કોમ્પ્લેક્ષના બે ફલેટનો રૃા. 3.11 કરોડમાં સોદો કર્યા બાદ લોન મંજુર કરાવવા માટે ઓરીજનલ દસ્તાવેજ આપવા માટે વાયદા પર વાયદા કરી રૃા. 1.30 કરોડનું પેમેન્ટ મેળવી લઇ વિશ્વાસઘાત કરનાર સીટીલાઇટના અગ્રવાલ દંપતી વિરૃધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ભટાર રોડ સ્થિત ઉમા ભવન નજીક રાજ કોમ્પ્લેક્ષમાં બ્રેડલાઇનર બેકરીના માલિક નિતીન વલ્લભ પટેલે (રહે. ઇશ્વરનગર સોસાયટી, ભટાર ચાર રસ્તા) પ્રોપર્ટી બ્રોકર પ્રદીપ જૈન હસ્તક પોતાની જયાં બેકરી છે તે રાજ કોમ્પ્લક્ષેનો ફલેટ નં. 303 અને 304 તેના માલિક રેણુ લલિત અગ્રવાલ, લલિત ઓમપ્રકાશ અગ્રવાલ કૌશલ્યા ઓમપ્રકાશ અગ્રવાલ, મનિષ ઓમપ્રકાશ અગ્રવાલ અને ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. ફલેટ નં. 412, 413 શ્રીપાલ રેસીડેન્સી, સીટીલાઇટ રોડ) પાસેથી ખરીદવાનું નક્કી કર્યુ હતું. બંન્ને ફલેટ પેટે રૃા. 3.11 કરોડમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો અને બાના પેટે રૃા. લાખ ચુકવી આપ્યા હતા. ત્યાર બાદ રૃા. 45 લાખ ફેબ્આરી 2019માં, રૃા. 1.30 કરોડ જુન 2019માં અને બાકીની રકમ હાઉસીંગ લોન મંજુર થાય એટલે ડાયરેક્ટ ચુકવી આપવાનું નક્કી કર્યુ હતું. બેંક લોન માટે ફલેટના ઓરીજનલ દસ્તાવેજની જરૃરિયાત ઉભી થતા નિતીને બ્રોકર અને ફલેટ માલિક પાસે દસ્તાવેજની માંગણી કરી હતી પરંતુ દસ્તાવેજ એસબીઆઇ બેંકમાં મોર્ગેજ હોવાથી જુન મહિનામાં પાર્ટ પેમેન્ટ ચુકવે ત્યારે બેંકમાં લોન ભરપાઇ કરી દસ્તાવેજ આપવાનો વાયદો કર્યો હતો. જેથી રૃા. 45 લાખ રોકડેથી અને રૃા. 85 લાખનું પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર કર્યુ હતું. આમ રૃા. 1.30 લાખનું પેમેન્ટ મળી ગયા બાદ પણ બ્રોકર અને અગ્રવાલ પરિવારે ફલેટના ઓરીજનલ દસ્તાવેજ માટે વાયદા પર વાયદા કર્યા હતા અને આજ દિન સુધી દસ્તાવેજ નહિ આપવા ઉપરાંત પેમેન્ટ પણ પરત નહિ આપતા અંગે છેવટે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:39 pm IST)