Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વડોદરામાં ગેસની મિલકતનો ભાગ પરવાનગી વગર વિધર્મીને વેચી દેતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો

વડોદરા:શહેરના મધ્યમાં જૂની લાલકોર્ટ સામે ચરોતર ગેસની મિલકતનો કેટલોક ભાગ અશાંત ધારાની પરવાનગી લીધા વગર મિલકતના માલિકોએ વિધર્મીને વેચી દેતા વિસ્તારના હિંદુ મિલકત ધારકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તાડ ફળિયા તેમજ આજુબાજુના વિસ્તારોના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી મિલકત વેચનાર તેમજ ખરીદનાર સામે પગલા લેવા ઉપરાંત વેચનારનો પાસપોર્ટ પણ જપ્ત કરવાની માંગણી કરી છે.

અંગેની વિગત એવી છે કે જૂની લાલકોર્ટ સામે ચરોતર ગેસવાળા વિરલબેન નૈશદભાઇ પટેલે સિટિ સર્વે નંબર ૧૪૯ વાળી આખી મિલકત પૈકી ભોંયતળીયાના ભાગે દાદરને અડીને ૧૦૦ ચો.ફુ.વાળી મિલકત ઉસ્માનગની અબ્દુલ રહેમાન શેખને ઓગષ્ટ-૨૦૧૪માં વેચાણ આપી દીધી છે. મિલકતના વેચાણ સામે તાડ ફળિયા, કંકુવાળાની ગલી તેમજ દયાળભાઉના ખાંચાના રહીશોએ ઉગ્ર વિરોધ દર્શાવી એવા આક્ષેપ કર્યા છે કે દસ્તાવેજ કરતી વખતે અશાંત ધારાની પરવાનગી તપાસ્યા વગર સબ રજિસ્ટ્રાર એલ.આર. મછારે નોંધણી કરી દીધી હતી.

(5:38 pm IST)