Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વડોદરાના નિઝામપુરામાં ખરીદી કરવા નીકળેલ એન.આર.આઈ સિનિયર સિટીજન મહિલાનું પર્સ સેરવી ત્રણ ગઠિયા રફુચક્કર

વડોદરા: શહેરના નિઝામપુરા વિસ્તારમાં ખરીદી કરવા નીકળેલી એન.આર.આઈ સિનિયર સિટીઝન મહિલાનું જાહેરમાં પર્સ લૂંટી બાઈક સવાર ત્રણ લૂંટારા ફરાર થઈ ગયા હતા.

નિઝામપુરા સરદાર નગરમાં રહેતા પૂર્ણાલીનીબેન પટેલે પોલીસને જણાવ્યું છે કે, થોડા સમય પહેલાં હું અમેરિકાથી આવી છું અને ગઈકાલે સાંજે સ્કૂટર લઈને ખરીદી કરવા નીકળી ત્યારે મારું પર્હસ લૂંટાયુ હતું. નિઝામ પુરા રોડ પર આવેલી ગોરધન નાથજીની હવેલી પાસે સ્કૂટર પાર્ક કરી ખરીદી કરીને પરત આવી રહી હતી ત્યારે એક ખાડો ખોદેલો હોવાથી તેની નજીકથી પસાર થતી હતી ત્યારે બાઈક પર આવેલા ત્રણ યુવકો પૈકી એક યુવકે મારુ પર્સ ઝુંટવી લીધું હતું.પર્સમાં રોકડા રૂ 8 હજાર,મોબાઈલ અને અન્ય ચીજો મૂકેલી હતી.ફતેગંજ પોલીસે સીસીટીવી ફૂટેજ ની તપાસ શરૂ કરી છે.

(5:37 pm IST)