Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સુરતમાં પપ વર્ષ જુની પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરીના કારણે ૨૮મીએ સેન્‍ટ્રલ ઝોન સહિતના વિસ્‍તારોમાં પાણી વિતરણ ઠપ્પ

સુરત : શહેરનાં વરાછા વિસ્તારમાં આવેલ સૂર્યપુર ગરનાળાથી વૈશાલી હેલ્થ સેન્ટર સુધીની 55 વર્ષ જુની પાણીની લાઇન બદલવાની હોવાને કારણે 28 ફેબ્રઆરીનાં દિવસે સેન્ટ્રલ ઝોન સહિત સિંગણપોર, ડુમસ , સુલતાનાબાદ, વેસુઉમરવાડા, ઉધના, પાંડેસરા, પાર્લે પોઇન્ટ, ડભોલી તેમજ અલથાણ સહિતનાં વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડી શકાશે નહી. આ સંજોગોમાં અસરગ્રસ્ત વિસ્તારનાં લોકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે જુની પાઇપલાઇન 1969માં નાખવામાં આવી હતી.

આ જુની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ હોવાના કારણે એને બદલવાની ફરજ પડી રહી છે. પાણીની આ લાઇનથી ઉમરવાડા, મગોબ-ડુંભાલ, આંજણા, ભાઠેના, આંજણા ટેનામેન્ટ, ખટોદરા, ઉધના, પાંડેસરા, ભેદવાડ, ઉધના ચીકુવાડી, ઉધના સંઘ, અઠવાગેટ, મજુરા, પાર્લે પોઇન્ટ, ઘોડદોડ રોડ, સીટીલાઇટ, અલથાણ, પનાસ, ભટરા રોડ, ઉધના-મગદલ્લા રોડ, હળપતિ આવાસ, કતારગામ, વેડરોડ, ડભોલી અને સિંગણપોર સહિતનાં અન્ય  વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે આગામી  27મી ફેબુઆરી સવારનાં 11 વાગ્યે પાણીની પાઇપો બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેની કામગીરી 29મી ફેબ્રુઆરીનાં રોજ પૂર્ણ થાય તેવો અંદાજ આંકવામાં આવ્યો છે. જેને પગલે 28મી ફેબ્રુઆરીનાં રોજ ઉક્ત વિસ્તારોમાં પાણી પુરવઠો સપ્લાય કરી શકાશે નહી.

(5:06 pm IST)