Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા CCTV રેકોર્ડિંગમાં જ સ્વીકારવાની સુચના

પરીક્ષા કેન્દ્ર ઉપર બેઠક વ્યવસ્થા જોઇ શકાય તે માટે તા.૪ માર્ચ શાળા ચાલુ રહેશે : પરીક્ષા કેન્દ્રના દરવાજે પ્રશ્ચાતાપ પેટી મુકવામાં આવશે

રાજકોટ,તા.૨૬: ગુજરાત રાજ્ય માધ્યમિક શક્ષિણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાની તૈયારીઓને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે. સુચારૂ માહોલમાં પરીક્ષા લેવાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા કડક પ્રબંધો કરવામાં આવ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો ૫ માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. જેના માટેની તમામ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ થઇ ગઇ છે. પરીક્ષાની બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓ જાણી શકે તે માટે ૪ માર્ચે શાળાઓ ખુલ્લી રાખવામાં આવશે.

પરીક્ષાને લગતું તમામ સાહિત્ય સીસીટીવી રેકોર્િંગ સમક્ષ જ સ્વીકારવાનું રહેશે એટલુ જ નહિ, પરીક્ષા દરમિયાન જે શાળાઓમાં વિદ્યાથીઓ માટે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા નહિ હોય તે શાળાને ઠંડા પાણીનો ખર્ચ બોર્ડ દ્વારા આપવામાં આવશે. જે શાળામાં ઠંડા પાણીની સુવિધા નહિ હોય તે શાળામાં રૂ.૨૦૦થી ૪૦૦ સુધીનો ખર્ચ વિભાગ આપશે.

પરીક્ષા સ્થળે સરકારી પ્રતિનિધિ એન બિલ્ડિંગ કંડકટરે સાથે મળીને ખંડ નિરીક્ષકોને ડ્રો. પધ્ધતિથી બ્લોક ફાળવવાની પ્રક્રિયા હાથ ધરશે. જેની વીડિયો રેકોર્ડિંગ કરાશે. જેમાં બ્લોકની માહિતી પરીક્ષાના સમય સુધી ગુપ્ત રહેશે.

સવંદેનશીલ ગણાતા પરીક્ષા કેન્દ્ર ઉપર સીધી નજર રાખવા માટે ઇન્ટરનેટથી પરીક્ષા કેન્દ્રને જોડવામાં આવશે. જેના ઉપર જિલ્લા શિક્ષણાધિકારી સીધી નજર રાખશે. છાત્ર પરીક્ષા સ્થળમાં પ્રવેશ કરે ત્યારે દરવાજા પાસે એક પશ્ચાત્તાપ પેટી રાખવામાં આખવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશ કરતા પહેલા કોઇ પણ છાત્ર ગેરરીતિનું સાહિત્ય લાવેલ હશે તો તે સ્વેચ્છાએ પેટી નાખી શકશે.

(3:54 pm IST)