Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

હાર્દિક પટેલના સમર્થકો સામેના કેસો પાછા ખેંચવાના મુદ્દે કલેકટર સમક્ષ રજુઆત

સરકારી વકીલે સરકાર વિરૂધ્ધ રજુઆત કરતાં કલેકટરને રજુઆત

રાજકોટ તા. ર૬: ગુજરાત રાજયમાં ચાર-પાંચ વર્ષ પહેલાં હાર્દિક પટેલના સમર્થકો દ્વારા સમગ્ર ગુજરાતમાં કરવામાં આવેલ આંદોલનોમાં તોડફોડમાં સરકારી મિલકતને નુકશાન કરવામાં મોટી સંખ્યામાં ગુના નોંધાયેલ હતા અને અસંખ્ય લોકોની ધરપકડ થયેલી હતી.

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલની ભાજપ સરકાર દ્વારા આવા ગુનાના કેઇસ પરત ખેંચી લેવાનો સરકારે આદેશ કરીને જે તે કલેકટરશ્રીને આદેશનો હુકમ કરેલ હતો.

આ સરકારશ્રીના હુકમ અનુસંધાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુના રજી. નં. ર૦/ર૦૧૬ થી નોંધાયેલ ઇ.પી.કો. કલમ-૩૭,૩૩૩ વિગેરેનો ગુનો પરત ખેંચવા માટે કલેકટરશ્રી-રાજકોટના એ તા. ૩-૭-ર૦૧૮ના રોજ એડી. પબ્લીક પ્રોસીકયુટર કે. એ. પંડયાને લેખીત આદેશ કરેલ. આમ છતાં, તેણે કેસ વિડે પુરશીસ રજુ નહીં કરતાં કલેકટર કચેરી દ્વારા વારંવાર પત્રો લખી અને ટેલીફોનીક યાદી આ એડી. પબ્લીક પ્રોસીકયુટર કે. એ. પંડયા ને આપવામાં આવેલ. પરંતુ, આ સરકારશ્રીનો આદેશ હોવા છતાં જેતપુરના એડી. પબ્લીક પ્રોસીકયુટર એ. એ. પંડયા એ કોર્ટમાં વિડ્રો કરેલ નહિં.

ત્યારબાદ કલેકટર કચેરીનું દબાણ વધતાં એડી. પબ્લીક પ્રોસીકયુટર કે. એ. પંડયા એ જેતપુરની સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ નં. ૧૯/ર૦૧૬ માં વિડ્રો પુરશીસ રજુ કરેલ. પરંત, આ કેસની દલીલમાં તેમણે સરકારના આદેશ વિરૂધ્ધ અને તેમણે આપેલ પુરશીસ વિરૂધ્ધની દલીલ કરી અને સરકારની અરજી ના મંજુર કરવા જણાવેલ હતું.

આ અંગે સમગ્ર ગુજરાતમાં ચકચાર જાગેલ અને કાયદા મંત્રી, કલેકટર વિગેરે સમક્ષ આ એડી. પબ્લીક પ્રોસીકયુટર વિરૂધ્ધ રજુઆતો થયેલ હતી. આ કામમાં સરકારશ્રી દ્વારા કહેવાતા હુકમ સામે અપીલ કરવાની હોય, કલેકટર કચેરી, જીલ્લા સરકારી વકીલ, કાયદા વિભાગ દ્વારા વારંવાર ખરી નકલ એડી. પબ્લીક પ્રોસીકયુટર પાસે માંગવા છતાં આપતાં નથી તેવો સ્થાનિક વિરોધ કરી રહ્યા છે.

(3:22 pm IST)