Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વાવેતર વિસ્તારનો સેટેલાઈટ સર્વે કરવા ખાનગી કંપનીને કરોડો ચૂકવ્યાઃ સરકારની કબૂલાત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજ(૨૬ ફેબ્રુઆરી)થી પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલ ગુજરાતનું ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે. જો કે આ પહેલાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં રાજયમાં ખેડૂતોએ વર્ષ ૨૦૧૯માં કરેલા વાવેતર વિસ્તારના અંદાજો માટે સેટેલાઈટ ઈમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી આંકડા મેળવવા માટે એમનેક્ષ ટેકનોલોજી પ્રા.લિ.ને રૂ.૧૦ કરોડ ૬૫ લાખ જેટલી માતબર રકમ ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો. રાજયના જિલ્લામાં સૌથી વધુ જામનગર જિલ્લાના સર્વે માટે રૂ. ૨ કરોડ ૬૧ લાખ ૧૬ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

(3:14 pm IST)