Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

બોર્ડની ધોરણ ૧૦-૧રની રીસીપ્ટ શાળાએ કાઢી આપતા બોર્ડને કરોડોનો ફાયદો થયો

ખંભાળિયા તા. ર૬ : ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય ડીઝીટલ યુગના એક ઉપાય તરીકે બોર્ડ દ્વારા અપાતી રીશીપ્ટ (હોલ ટિકીટ) દરેક શાળાઓએ જાતે ઓનલાઇન કાઢવાનો નિયમ કરીને બોર્ડના ચાર કરોડ બચાવ્યા છે. !!

બોર્ડ દ્વારા ઓનલાઇન આ હોલ ટિકીટ મુકવામાં આવી છે દરેક શાળાએ તે પ્રિન્ટ કરીને તેના પર એક ફોટો પરીક્ષાર્થીનો બોર્ડ ચોંટાડીને સિમ્બોલ મારેલ છે બીજો આચાર્યએ ચોંટાડી તેના પર સહી સિકકા કરીને વિદ્યાર્થીને આપવાના છે. તથા જો રસીદમાં વિષયોમાં કે કોઇ ગંભીર ભુલ હોયતો બોર્ડમાં સુધારા માટે વ્યવસ્થા ગોઠવાઇ છે. તથા કેટલાક સુધારાઓ શાળાના આચાર્યશ્રી કરી શકશે તેવો પત્ર પણ થયો છે.

બોર્ડના સદસ્ય રાજેશભાઇ વસરાએ બોર્ડની આ સુંદર કામગીરીની પ્રશંસા કરી ડીઝીટલ કામગીરી સાથે કરોડોનો બચાવ આવકાર્યોછે. પહેલા હોલટિકીટ બોર્ડ છાપી, કર્મચારીઓ સાથે જિલ્લાઓમાં વિતરણ કરાવતું હતું.

(3:14 pm IST)