Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સુરતમાં સોસ્યો સર્કલ પાસે સંચા ખાતામાં ભીષણ આગ ભભૂકી : 4 શ્રમિક ફસાયા : ચાર ફાયર ગાડી ઘટનાસ્થળે

નાનકડી ગલીને કારણે ફાયર બ્રિગેડને તકલીફ : વધુ ચાર કારખાના આગની ઝપેટમાં : શ્રમિકોનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ

સુરતમાં ફરી એકવાર આગ ભભુકી ઉઠી છે. સોસ્યો  સર્કલ પાસે  કારખાનામાં આગ લાગી છે જેમાં ચાર શ્રમિકો આગમાં ફસાયા છે. આગ નાનકડી ગલીમાં લાગવાને કારણે ફાયરની ગાડીઓને પણ અંદર જવામાં તકલીફ પડી રહી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સુરતમાં સોસ્યો સર્કલ પાસે સંચા ખાતામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. અહીં આવેલા 4 કારખાના આગની ઝપેટમાં આવી ગયા હતા

કારખાનામાં શ્રમિકો ફસાયા હોવાથી ફાયર ટીમ શ્રમિકો રેસ્કયુ આપરેશન હાથ ધર્યં છે.

(11:48 am IST)