Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ટીટોડીએ ત્રણ માસ વહેલા ઇંડા મૂકયા, ચોમાસું વહેલું બેસવાની વકી!

સામાન્ય રીતે ટીટોડી વૈશાખ મહિનાના અંતમાં ઇંડા મૂકતી હોય છે અને જેઠ મહિનામાં તેના બચ્ચા જોવા મળે છે

અમદાવાદ, તા.૨૬: સામાન્ય રીતે ટીટોડી વૈશાખ મહિનાના અંતમાં ઇંડા મૂકતી હોય છે અને જેઠ મહિનામાં તેના બચ્ચા જોવા મળે છે, પરંતુ આ વર્ષે ગણદેવી તાલુકાના કેસલી ગામે ત્રણેક મહિના અગાઉ જ ઇંડા મૂકતા લોકો આૃર્યમાં પડી ગયા છે અને ચોમાસુ વહેલું બેસવાનાં એંધાણ હોવાનું માની રહ્યા છે.

પ્રાચીન સમયમાં વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો કમ્પ્યુટર, ઇન્ટરનેટ કે સેટેલાઈટ ન હતા ત્યારે વડવાઓ વરસાદની આગાહી કુદરતી અવલોકન, અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. ચોમાસાની ઋતુ શરૂ થવા અગાઉ જુદી જુદી રીતે વરસાદનો વરતારો કરતા, જે પ્રથા આજના આધુનિક યુગમાં પણ જીવિત છે. વરસાદના પરંપરાગત વરતારા પ્રમાણે ટીટોડી ચાર ઇંડા મૂકે તો સારો વરસાદ વર્ષે, ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ થાય અને ઇંડા વહેલા મૂકતા ચોમાસુ વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે. ત્યારે મંગળવારે સવારે ગણદેવી તાલુકાના કેસલી ગામના સહકારી આગેવાન મનુભાઈ બી. પટેલના ખેતરમાં નિંદામણના કચરાના ઢગ ઉપર ટીટોડીનાં ત્રણ ઇંડા મળી આવ્યા હતા. આ ત્રણ ઇંડામાં બે આડા અને એક ઊભું હતું.

સામાન્ય રીતે જૂન-જુલાઇ માસમાં વરસાદ અગાઉ ટીટોડીના ઈંડા મળી આવતા હોય છે. ટીટોડીના ઈંડાના આધારે ખેડૂતો આગામી ચોમાસામાં કેવો વરસાદ પડશે તેનું અનુમાન કરતાં હોય છે. કેસલી ગામેથી મળી આવેલા ઇંડા ફ્ેબ્રુઆરી માસ દરમિયાન એટલે કે કુદરતી સમય પહેલા જોવા મળ્યા છે ત્યારે તેને પ્રકૃતિના પરિવર્તનનો કોઈ સંદેશો હોઈ શકે તેમ માનવામાં આવે છે. ગ્લોબલ વિોિંમગના કારણે પ્રકૃતિના બદલાતા ઋતુચક્ર સ્વરૂપનો પણ આ નિર્દેશ છે. ઉલ્લેખનીય છે કે ગત ચોમાસાનો વરસાદ દિવાળી પછી પણ ચાલુ રહ્યો હતો.(

(10:04 am IST)