Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

અમદાવાદ શહેરમાં ગરમી વધી : પારો ૩૨.૬ નોંધાયો

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬.૮ સુધી થયું : પંખા અને એસીના ઉપયોગમાં વધારો : ગુજરાતના કેટલાક ભાગોમાં પારો ૩૪થી પણ ઉપર પહોંચતા જોરદાર ગરમી

અમદાવાદ, તા. ૨૫ : ગુજરાતમાં હવે ગરમીની શરૂઆત થઇ રહી છે. પંખા અને એસીનો ઉપયોગ પણ ભરપુર પ્રમાણમાં થવા લાગ્યો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૬.૮ અને મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી રહેતા ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. બીજી બાજુ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન આજે ૩૦થી લઇને ૩૫ ડિગ્રી વચ્ચે રહ્યું હતું. મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો ભુજમાં સૌથી વધુ ૩૫.૫ સુધી પારો પહોંચ્યો હતો જ્યારે કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન ૩૪ અને કેશોદમાં પણ પારો ૩૪ સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત પોરબંદર અને રાજકોટમાં પણ પારો ૩૪થી ઉપર રહ્યો હતો. મોટાભાગે હવે ગરમવસ્ત્રોમાં લોકો દેખાઈ રહ્યા નથી.

       બપોરના ગાળામાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. મળેલી માહિતી મુજબ હવામાન વિભાગ માને છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાન અમદાવાદમાં હજુ પણ વધી શકે છે અને પારો ૧૭ સુધી પહોંચશે. ગરમીમાં ઉપયોગ કરવામાં આવતી ચીજવસ્તુઓનું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. બજારમાં તરબુચ અને શક્કરટેટી અને દ્રાક્ષની બોલબાલા દેખાઈ રહી છે. નરોડા માર્કેટ યાર્ડમાં તરબૂચનો જથ્થો મોટાપાયે ઠલવાઈ રહ્યો છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગરમીમાં ઉપયોગ કરવામાં આવતીઓ ચીજવસ્તુઓ હવે મોટાભાગે પહોંચી રહી છે. જો કે, સવારના ગાળામાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. પરીક્ષા નજીક આવી છે ત્યારે વાંચવાના શોખીન બાળકો ફુલગુલાબી ઠંડીમાં વાંચનનો પણ મજા માણી રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૫ : ગુજરાતમાં હવે ગરમીની શરૂઆત થઇ રહી છે. પંખા અને એસીનો ઉપયોગ પણ ભરપુર પ્રમાણમાં થવા લાગ્યો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૬.૮ અને મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી રહેતા ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. મહત્તમ તાપમાન નીચે મુજબ છે.

શહેર

મહત્તમ તાપમાન

અમદાવાદ

૩૨.૬

ડીસા

૩૩

ગાંધીનગર

૩૧.૭

વીવી નગર

૩૦.૮

વડોદરા

૩૨.૮

સુરત

૩૩.૩

પોરબંદર

૩૪.૪

રાજકોટ

૩૪.૫

સુરેન્દ્રનગર

૩૩.૭

ભુજ

૩૫.૫

નલિયા

૩૩

કંડલા એરપોર્ટ

૩૪.૨

કંડલા પોર્ટ

૩૩.૯

ભાવનગર

૩૩.૩

વેરાવળ

૩૨.૧

કેશોદ

૩૪

(9:38 pm IST)