Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ખંભાતમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો અમલી કરાયો છે

ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત : ખંભાતમાં વણસેલી પરિસ્થિતીને પગલે મુખ્યમંત્રીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

અમદાવાદ, તા.૨૫ : ખંભાત શહેરમાં રવિવારે ફાટી નીકળેલા તોફાનો બાદ આજે પણ અજંપાભરી શાંતિ છવાયેલી રહી હતી. ખંભાતમાં વણસેલી પરિસ્થિતીને પગલે મુખ્યમંત્રીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતીખંભાતની હાલની સ્થિતિને જોતાં ત્યાં અશાંતધારો લાગુ કરવાની ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. આનો સીધો મતલબ થયો કે, ખંભાતમાં હવેથી કોઈ પણ મકાનની લે-વેચ કરતાં પહેલાં જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. અમદાવાદના ટ્રાફિક ડીસીપીને હંગામી ધોરણે આણંદ એસપી તરીકે મુકવામાં આવ્યા છે. આરએએફ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ૪૭ તોફાનીની ધરપકડ કરાઈ છે. બદલાયેલી ડેમોગ્રાફિક સ્થિતિને લીધે ખંભાતમાં અશાંત ધારાની માગ હતી એમ પણ પ્રદીપસિંહે ઉમેર્યું હતુ. ખંભાતની અંદર વણસેલી પરિસ્થિતિની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી હોવાનું જણાવી પ્રદીપસિંહે ઉમેર્યું હતું કે, ખંભાત શહેર અને જિલ્લાની મોટાભાગની પોલીસ એસસીબી,એસઓજી સહિતનો પોલીસ કાફલો ખંભાતમાં ખડકી દેવાયો છે.

          રેન્જ આઈ.જી .કે જાડેજા અને હંગામી એસપી દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ઉપરાંત આરએએફ અને એસઆરપીની ટુકડીઓ પણ ફૂટપેટ્રોલિંગ કરી રહી છે. જો કે, ખંભાતમાં ડેમોગ્રાફિક સ્થિતિ બદલાવાને કારણે અશાંતધારો લાગુ કરવાની ઘણા સમયથી માગણી હતી. અમદાવાદના ટ્રાફિક ડીસીપીને હંગામી ધોરણે આણંદ એસપી તરીકે મુકવામાં આવ્યા છે. આએએફ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૪૭ જેટલા તોફાની તત્વોની ધરપકડ કરાઈ છે. પથ્થરમારો અને આગચંપી કરનાર તોફાની તત્વોને છોડવામાં નહી આવે. ખંભાતમાં કેટલાક લોકો અશાંતિ ફેલાવી રહ્યા છે અને તેમા વસ્તીવિષયક ફેરફાર જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, ખંભાતની અંદર વણસેલી પરિસ્થિની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. ખંભાત શહેર અને જિલ્લાની મોટાભાગની પોલીસ એસસીબી,એસઓજી સહિતનો પોલીસ કાફલો ખંભાતમાં ખડકી દેવાયો છે.

(9:07 pm IST)