Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વડોદરામાં આવાસ યોજના કૌભાંડ મામલે હવે લાભાર્થીઓનો હોબાળો

બિલ્ડરે વિવાદના કારણે ભાડું ચૂકવવાનો ઇન્કાર લાભાર્થી ગરીબોનો મનપા કચેરીએ હલ્લો

 

ગ્વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2 હજાર કરોડના કથિત કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે  બિલ્ડરે વિવાદના કારણે ભાડું ચૂકવવાનો ઇન્કાર કરતા ગરીબો મુશ્કેલીમાં મુકાયા છે. વિવાદ બિલ્ડર અને કોર્પોરેશન વચ્ચે છે ત્યારે ગરીબોની મુશ્કેલી વધી છે અને મકાન ગુમાવ્યા પછી નિયમ મુજબ ભાડું મળવું જોઈએ તે પણ બંધ થઇ ગયું છે. જેથી ગરીબો મોરચા સ્વરૂપે મહાનગરપાલિકાની ઓફિસ આવ્યા હતા અને હલ્લો મચાવ્યો હતો.

  આખી યોજનાનું રિટેન્ડરિંગ કરવાની માંગ કરવામાં આવી છે.જોકે આવેદન આપ્યા બાદ વહેલી તકે ભાડું ચુકવવાની તંત્ર તરફથી ખાતરી આપવામાં આવતા મામલો હાલ પૂરતો થાળે પડયો છે.  

(1:21 am IST)