Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

યાત્રાધામ ડાકોરને જોડતા માર્ગો પર પદયાત્રીઓ ઘોડાપુર

રાસ્કા ચેકપોસ્ટથી ખાત્રજ ચોકડી સુધીના માર્ગો પર સંઘોનો જમાવડો: સેવામાં ટેન્ટો ધમધમ્યા

ડાકોર :યાત્રાધામ ડાકોરને જોડતા રસ્તાઓ પર પદયાત્રીઓનું આગમન શરૂ થઇ ગયું છે. ખેડા જિલ્લાની રાસ્કા ચેકપોસ્ટ થી ખાત્રજ ચોકડી સુધાના માર્ગ પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે. જેઓ આગામી માર્ચ સુધી ડાકોર પહોચી ફાગણી પૂનમની મંગળા આરતીના દર્શન કરશે કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે સમગ્ર વર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. પરંતુ ફાગણી પૂનમની મંગળા આરતીના દર્શનનો મહિમા કાંઇક અલગ છે. દિવસે રાજા રણછોડના દર્શન કરવા માટે લાખ્ખોની સંખ્યામાં લોકો યાત્રાધામ ડાકોર પગપાળા આવતા હોય છે.

(10:21 pm IST)