Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અમીરગઢના ઢોલિયા ગામે આડાસંબંધના વહેમમાં ભત્રીજાએ સગાકાકાની ધારિયાના ઘા ઝીકી હત્યા કરી

અમીરગઢ તાલુકાના ઢોલીયા ગામે આડાસબંધના વહેમમાં ભત્રીજાએ તેના સગા કાકાને લોખંડના ધારીયાથી માથામાં ઉંધા ઘા મારી કરપીણ હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી હત્યા કરી ભાગી છૂટેલા ભત્રીજાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઢોલીયા ગામે રહેતા રમેશભાઈ તેજાભાઈ ડાભીને તેના ભત્રીજા સુરેશભાઈ સુબાભાઈ ડાભીએ કાકા સામે આડાસબંધની શંકા જતા કાકા ઉપર લોખંડના ધારીયાથી માથામાં તેમજ શરીરે ઉંધા ઘા મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરી નાંખતા આ અંગે મૃતકના પુત્ર ભાણાભાઈ રમેશભાઈ ડાભીએ ઉપરોક્ત સુરેશભાઈ સુબાભાઈ ડાભી સામે ઉપરોક્ત મુજબની ફરીયાદ નોંધાવી છે.

(1:48 am IST)