Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

કર્મશીલ દલિત ભાનુભાઇ વણકરની ઊંઝામાં પ્રતિમામુકાશે:ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત

ભાનુભાઈને એવોર્ડ આપવા પણ ભલામણ :આગામી છ મહિનામાં સાંથણીની જમીનના કેસોની નિકાલ કરાશે

અમદાવાદ :વિધાનસભાના પ્રશ્નોતરી કાળ પૂર્ણ થયા બાદ ગૃહમાં પાટણકાંડનો મુદ્દો ઉછાળ્યો હતો પાટણ ઘટના મુદ્દે 116 નિયમ પ્રમાણે તાકીદના પ્રશ્ને ચર્ચાની માંગ કરી હતી આ મુદ્દે જીગ્નેશ મેવાણીને બોલવાની તક મળતા તેમણે સરકાર પર પ્રહાર કરતા અધ્યક્ષે તેમને બેસી જવાનું કહીને તેમનું માઇક બંધ કરી દેતા ગૃહમાં કોંગ્રેસે ભારે હોબાળો કર્યો હતો.રાજ્ય સરકાર તરફથી ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી 6 મહિના દરમ્યાન સાંથનીની જમીનોના કેસોનો નિકાલ કરવામાં આવશે. ભાનુભાઈ વણકરની ઊંઝામાં પ્રતિમા માટે નગરપાલિકા નિયામકને સૂચના અપાઈ છે. ભાનુભાઈ વણકરને સામાજિક સેવાઓ માટે એવોર્ડ આપવા માટે સરકાર દ્વારા ભલામણ કરાઈ છે. પરંતુ કેટલાક તત્વો પાટણની ઘટના પર રાજકારણ રમી રહ્યા છે અને ગુજરાતની શાંતિ ખોરવાય તેવા પ્રયાસ કરી રહ્યા છે.

(8:28 pm IST)