Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અમદાવાદમાં છેડતીની ફરિયાદ કરવા ગયેલ યુવતિ સાથે પોલીસે મારામારી કરતા રોષઃ પોલીસે ફરિયાદ લેવાના બદલે યુવકને રૂપિયા લઇને છોડી દીધાનો આક્ષેપ

અમદાવાદઃ છેડતીની ફરિયાદ કરવા પોલીસ સ્‍ટેશનમાં ગયેલી અેક યુવતિને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે ફરિયાદ લેવાના બદલે યુવકને રૂપિયા લઇને છોડી દીધાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.

નરોડા વિસ્તારમાં યુવતીના હોબાળા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસની કામગીરીમાં અડચણ રૂપ બનવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જોકે સામે પક્ષે યુવતીઓએ પોલીસ પર આક્ષેપ કર્યો છે. યુવતીનો આક્ષેપ છે કે તેની સાથે છેડતી કરનાર યુવકો વિરુદ્ધ જ્યારે તે ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી. ત્યારે પોલીસે ફરિયાદ લેવાના બદલે યુવકને રૂપિયા લઈને છોડી દીધા. અને બાદમાં પોલીસે તેની સાથે મારપીટ કરી.

યુવતીએ આક્ષેપ કર્યો છે કે, મહિલા પોલીસ પણ ન હતી. જેન્ટ્સ પોલીસે તેમની સાથે મારામારી કરી. જેથી અન્ય યુવતીઓ પણ એકઠી થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી દીધો હતો.

(6:38 pm IST)