Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બે બહેનો દત્તક લીધેલા અમદાવાદના ૩ શ્વાનોને જર્મની લઇ જશે

અમદાવાદઃ જર્મનીની બે બહેનોઅે દત્તક લીધેલા ત્રણ શ્વાનોને હવે જર્મની લઇ જવાશે. ત્યાં તેમને પાળવામાં આવશે.

આ ત્રણેય શ્વાનો લિઓ, રાજા અને રાનીને જર્મની લઇ જઇને હેમબર્ગના વકીલ મેરી રોઝીઅર અને તેમના બહેન ડાઈ આ શ્વાનોને પાળીને તેમનો ઉછેર કરશે.

આ બન્ને બહેનોએ આ શ્વાનોને દત્તક લીધા છે. રવિવારના રોજ આ બહેનોએ અમદાવાદમાં એનિમલ અડોપ્શન માટે પેપર વર્ક પુરું કર્યું છે. મારીએ બીજી વાર ભારતમાંથી શ્વાનો અડોપ્ટ કર્યા છે. આ પહેલા તેમણે જ્યારે ખજુરાહોની મુલાકાત લીધી હતી ત્યારે ત્યાંથી એક બીમાર ગલુડિયાને દત્તક લીધું હતુ.

મેરી જણાવે છે કે, હું મારા કામ માટે કોઈ સ્થળની મુલાકાત લઉં અને શ્વાનોની ખરાબ સ્થિતિ જોવું તો મને ઘણું દુ:ખ થાય છે. રઝળતા શ્વાન-બિલાડી માટે ઘણી ખોટી ધારણાઓ બાંધી લેવામાં આવી છે. તમે એક વાર તેમને ઓળખો તો તેમને પણ ટ્રેઈન કરી શકાય છે. અમે લોકોને રઝળતા પ્રાણીઓને અડોપ્ટ કરવાની અપીલ કરીએ છીએ.

મેરી જણાવે છે કે, તેણે બેલારુસ, ચીન, ભારત અને સ્પેઈનમાંથી પાછલા અમુક વર્ષોમાં 25 શ્વાનો અને પાંચ બિલાડીઓ દત્તક લીધી છે. મેરીના ઘરે એક નાનકડું એનિમલ શેલ્ટર બનાવવામાં આવ્યું છે. હું આ પ્રાણીઓનું ધ્યાન રાખુ છું અને જો કોઈ એનિમલ લવર પ્રાણીને દત્તક લેવા માંગે તો મારી પાસે આવે છે.

આશા ફાઉન્ડેશનના હર્મેશ ભટ્ટ જણાવે છે કે, ચાર શ્વાન અડોપ્ટ કરવાનો પ્લાન હતો, પરંતુ એક શ્વાન ટ્રાવેલ કરવા માટે મેડિકલી ફિટ નહોતું. શ્વાનોને અમરાઈવાડી, નારણપુરા અને ઘોડાસરમાંથી અમારા વોલ્યુન્ટર્સ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

મેરી દિલ્હીમાં એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારત આવવાના હતા માટે તેમણે બે મહિના પહેલા જ આશા ફાઉન્ડેશન સમક્ષ કૂતરાં દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હર્મેશ ભટ્ટ જણાવે છે ક, પાછલા અમુક વર્ષોમાં ઘણાં વિદેશી પ્રવાસીઓએ આ રીતે શ્વાનોને અડોપ્ટ કર્યા છે.

(6:36 pm IST)