Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગાંધીનગરમાં ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 1 શખ્સને 57 હજારના દારૂના જથ્થા સાથે અટકાવ્યો

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ચિલોડા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૃ ભરેલી કાર પકડવા માટે વોચ ગોઠવી હતી પરંતુ કારનો ચાલક કાર લઈને નાસી છુટતાં ફીલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો અને લેકાવાડા પાસેથી કારને ઝડપી લીધી હતી. જો કે તેમાં સવાર એક શખ્સ ભાગી છુટયો હતો અને એક આરોપીને પ૭ હજારની બિયરના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ સંદર્ભે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાતમાં આમ તો દારૃબંધી છે પરંતુ બોર્ડરો ઉપરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પરપ્રાંતમાંથી આવતાં દારૃબિયરના જથ્થાને પકડવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે ત્યારે ચિલોડા પોલીસ ઈન્સ્પેકટર એલ.ડી.વાઘેલા અને તેમની ટીમને બાતમી મળી હતી કે આરજે-ર૭-ટીએ-૦૭૫૩ નંબરની કારમાં વિદેશી દારૃનો જથ્થો દશેલાથી લેકાવાડા માર્ગ તરફ જઈ રહયો છે બાતમીના આધારે પોલીસે કાર પકડવા વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર પસાર થતાં પોલીસે તેને ઉભી રહેવા ઈશારો કર્યો હતો પરંતુ કાર ચાલકે કાર ઉભી રાખી નહોતી.
જેથી આ કારનો ફીલ્મી ઢબે પીછો કરીને લેકાવાડા ગામ પાસે કોર્ડન કરી પકડી લેવાઈ હતી. જોકે તેમાં સવાર એક શખ્સ પોલીસને થાપ આપી ભાગી જવામાં સફળ રહયો હતો જ્યારે ઉદેપુરના ઈશ્વરસિંહ શંભુસિંહ સિસોદીયાને કાર તેમજ પ૭૬ બિયરના ટીન સાથે કુલ ૩.૬૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ બિયરનો જથ્થો રાજસ્થાનના ઉદયપુરથી ભરીને નાનાચિલોડા અમદાવાદ ખાતે લઈ જવાનો હતો. આ સંદર્ભે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

(5:50 pm IST)