Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગોધરાના બોરીયાવીમાં પિયરે આવી પરિણીતાએ બે બાળકો સાથે ઝેર ગટગટાવ્યું

ગોધરા:શહેરા તાલુકાનાં બોરીયાવી ગામે માતા અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવી સામુહિક આત્મહત્યા કરી લેતા ત્રણેયના મોત નીપજતાં નાનકડા ગામમાં ગમગીની વ્યાપી હતી. દુર્ઘટનાની ભીતરમાં ઘરકંકાસ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું હતું.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનાં ઊંડારા ગામે રહેતા મહેન્દ્રભાઇ બારીયા શહેરા તાલુકાના બોરીયાવી ગામે રહેતા અખમભાઇ ડાભીની પુત્રી સવિતાબેનના લગ્ન થયા હતા સવિતા ઉમેશ તેમજ ઉમંગ નામના બે નાના- બાળકોની માતા બની હતી. હોળીનો તહેવાર આવતો હોવાથી સવિતાની મતાા સવિતાને ઊંડારા ગામેથી બોરીયાવી ગામે પિયરમાં બે ચાર દિવસ પહેલા લઇ આવી હતી. ઘટનાની જાણ શહેરા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૃ કરી છે.

(5:49 pm IST)