Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભાદરણના વાલવોડમાં મહિલાને નદીના પટમાં લઇ જઈ નરાધમે શારીરિક અડપલાં કરતા અરેરાટી

આણંદ: જિલ્લાના ભાદરણ તાબે વાલવોડ ગામે એક મહિલાને ઘરે લઈ જવાનું કહી તેણીને નદીના પટમાં લઈ જઈ તેણી સાથે અડપલા કરવાના બનાવે ચકચાર મચાવી હતી. આ મહિલાએ બુમાબુમ કરતા ઈસમે તેણીને માર મારી જાનથી મારી ધક્કો માર્યો હતોે. આ ધક્કો વાગતા મહિલા નીચે પડી જતા તેના મોઢામાંથી એક દાંત તુટી ગયો હતો. આ ઘટના બાદ ઈસમ સ્થળ પરથી ફરાર થયો હતો.જ્યારે મહિલાએ ભાદરણ પોલીસ મથકે એફઆઈઆર નોંધાવી તપાસના ચક્રો ગતિમાન કરાવ્યા હતા. આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભાદરણ તાબે વાલવોડ ગામે રહેતી મહિલા ગઈ તા.૨૧મીના રોજ પ્રસંગમાંથી પોતાના ઘર તરફ ફરી રહી હતી.આ સમયે વાલવોડ ગામ નજીક રોડ પર ઉભી રહેતા ગામમાં રહેતો સુરેશ વાલજીભાઈ વણકર બાઈક લઈને ત્યાં આવ્યો હતો. આ ઈસમ પોતે ગામમાં જઈ રહ્યો હોવાનું જણાવી તેમના બાઈક પર તેમને ઘરે ઉતારી દઈશ તેવું જણાવી તેમને બેસાડી લઈ ગયો હતો. આ ઈસમે બાઈક ગામના ઘર તરફ ન વાળી નદીના પટમાં ઉતાર્યું હતું.જેથી મહિલાએ બાઈક નીચે ઉતરી બુમાબુમ કરી હતી. ઉક્ત ઈસમે મહિલાને માર મારી ધક્કો મારતા તે જમીન પર પટકાઈ હતી.જેથી તેને મોઢાના ભાગે એક દાંત ભાંગી ગયો હતો. આ ઘટના બાદ ઉક્ત ઈસમ સ્થળ પરથી ફરાર થયો હતો.જ્યારે મહિલાએ ભાદરણ પોલીસ મથકે તેની સામે એફઆઈઆર નોંધાવી તપાસના ચક્રો ગતિમાન કરાવ્યા હતા.

 

(5:49 pm IST)