Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

આણંદના મુસાફરનું સાબરમતી એક્સપ્રેસમાં પર્સ ચોરાતાં ગુનો દાખલ

અમદાવાદ:થી વારાણસી તરફ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આણંદના એક મુસાફરનું પાકીટ ચોરાતાં આ અંગે આણંદ રેલવે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના રઘુવીરનગરમાં રહેતા સારંગભાઈ વસંતભાઈ પારેખ હાલમાં પોલેન્ડ ખાતે રહે છે અને ત્યાં નોકરી કરે છે. જાન્યુઆરી માસમાં તેઓ ભારત આવ્યા હતા. ગત ૧૯મી તારીખના રોજ અમદાવાદ ખાતે થતી સાસરીમાં પત્ની સાથે ગયા હતા. ગઈકાલે પરત ફરતી વખતે તેઓ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં ચઢ્યા હતા. જ્યાં ભીડ વધુ હોય દરવાજા પાસે જ ઉભા થઈ ગયા હતા. દરમ્યાન તેમના પેન્ટના ખીસ્સામાંથી કોઈએ પર્સ ચોરી કરી લીઘું હતુ. પર્સમાં રોકડા ત્રણ હજાર, ત્રણ એટીએમ કાર્ડ, પોલેન્ડનું એટીએમ કાર્ડ સહિત જરૂરી દસ્તાવેજો હતા. ટ્રેન કણજરી બોરીયાવી પસાર કર્યા બાદ તેમની પાછળ ઉભેલી ત્રણ મહિલાઓ કે જેમાં એક ૫૫ વર્ષના આશરાની તથા બે ૪૦ થી ૪૫ વર્ષની આશરાની હતી. તેઓ જલ્દી ઉતરવા માટે તેમની આગળ આવી ગયા હતા અને આણંદ આવતાં જ ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
સારંગભાઈને આ ત્રણેય મહિલાઓ ઉપર ચોરી કર્યાની શંકા જોવાઈ રહી છે જેથી પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:46 pm IST)