Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બોરસદમાં વેપારીઓને ટાર્ગેટ બનાવી ચીલઝડપ કરતી ટોળકીને શોધવા પોલીસ સક્રિય

બોરસદ:માં સક્રિય થયેલી ટોળી દ્વારા વેપારીઓને ટાર્ગેટ કરીને નીતનવી રીતરસમો અપનાવીને રોકડ રકમની ચોરી, ચીલઝડપ કરીને ફરાર થઈ જવાના ત્રણ જેટલા કિસ્સાઓ પ્રકાશમાં આવતાં જ ચોંકી ઉઠેલી પોલીસ દ્વારા હવે ઉચ્ચ કક્ષાએ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ત્રણેય ઘટનાઓમાં અમદાવાદની છારા ગેંગ સંડોવાયેલી હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે જેને લઈને પેટલાદના ડીવાયએસપીની આગેવાની હેઠળ તપાસનો ધમધમાટ તેજ થવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ અને વિદ્યાનગરમાં એકબાદ એક સોનાના દોરાની ચીલઝડપ તેમજ પોલીસ અધિકારીઓની ઓળખ આપીને આગળ મર્ડર થયું છે તમારા દાગીના ઉતારી લો તેમ જણાવીને મહિલાઓએ પહેરેલા સોનાના કિમતી દાગીના ઉતરાવીને સીફતપુર્વક ચોરી કરી લેવાની ઘટના બનતા પોલીસ દ્વારા આ વિસ્તારોમાં પેટ્રોલીંગ સઘન બનાવી દીધું હતુ જેને લઈને હવે આ ટોળી દ્વારા બોરસદ શહેર પર ડોળો ફેરવ્યો છે અને સવારથી જ બોરસદમાં આવી જતા આ શખ્સો દ્વારા શહેરની બેંકો, વેપારી સ્થળો ઉપર નજરો રાખવાનું ચાલુ કરી દેવામાં આવે છે અને સરળતાથી ચોરી કે લૂંટ થાય તેવી વ્યક્તિઓને ટાર્ગેટ કરીને પળવારમાં ત્યાંથી છુ થઈ જાય છે.

 

(5:45 pm IST)