Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

નડિયાદ-અમદાવાદ નજીક ડિવાઈડર સાથે કાર અથડાતા 5 ઈજાગ્રસ્ત

નડિયાદ:નડિયાદ-અમદાવાદ નેશનલ હાઈવે નં.૮ પર આજે આવેલા ડભાણ પાસે આજે વહેલી સવારે અમદાવાદથી બરોડા તરફ જઇ રહેલા યુવાનોની કારના ડ્રાઇવરને જોકુ આવી જતા કાર રોડની સાઇડમાં ડિવાઇડર સાથ ેઅથડાઇ હતી. અકસ્માત એટલો તો ગંભીર હતો કે ડિવાઇડર સાથે અથડાયેલી કાર ભાગીને ભુક્કો થઇગઇ હતી. જ્યારે કારમાં સવાર પાંચ યુવાનોને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બરોડાના છાણી આસપાસના વિસ્તારમાં રહેતા પાંચ યુવાનો ગઇકાલે અંગત કામથી અમદાવાદ ગયા હતા. જ્યાથી આજે સવારે પાચેય યુવાનો કાર નં.જીજે.૦૬. સીએમ.૪૩૩૭ માં બેસી પરત બરોડા તરફ જઇ રહ્યા હતા. તે સમયે કાર ચાલકને જોકુ આવી જતા તેની કાર રોડની સાઇડમાં ઉતરી સીધી ડિવાઇડર સાથે અથડાઇ હતી. ડિવાઇડર સાથે અથડાતા સમયે કાર એટલી તો સ્પિડમાં હતી કે કારના બોનેટના ભુક્કા નિકળી ગયા હતા. તેમજ કારના આગળ અને પાછળના કાચ પણ તુટી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ૧૦૮ની ટીમ સ્થળ પર પહોચી ગઇ હતી. અને ઘાયલ યુવાનોને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અકસ્માતની ઘટના અંગે નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી ગ્રામ્ય પોલીસને વર્ધી આપતા ંપોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

 

(5:44 pm IST)