Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભારતના ઐતિહાસિક શહેર અમદાવાદનો ૬૦૭મો જન્‍મદિનઃ બોલિવુડ સ્ટાર વિવેક ઓબરોયની ઉપસ્થિતિમાં માણેક બુર્જ ખાતે ઉજવણી કરાઇ

અમદાવાદઃ અમદાવાદ ગુજરાતનું તિહાસિક શહેર ગણાય છે. આ શહેરનો ૬૦૭મો જન્‍મદિવસ ઉજવાઇ રહ્યો છે ત્યારે બોલિવુડ અભિનેતા વિવેક ઓબરોયની ઉપસ્થિતિમાં શહેરના જન્‍મદિનની ઉજવણી કરાઇ હતી.

ભારતમાં આધુનિકતા સાથે હેરીટેજ વારસો ધરાવતુ અનોખુ શહેર અમદાવાદની સ્થાપના અહેમદશાહ બાદશાહે કરી ત્યારે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે અમદાવાદ શહેર તેના ભવ્ય સાસ્કૃતિક વારસાથી વિશ્વ વિખ્યાત બનશે અને એવુ તો બન્યુ જ અને આજે પણ આ વારસો એટલો જ તાજો લાગે છે.

અમદાવાદની સ્થાપના 607 વર્ષ પહેલા થઇ હતી અને તે ભદ્રનો કિલ્લો માણેક બુર્જ સહિતની વિરાસતો તેની ભવ્યતા સાથે અડીખમ ઉભી છે. આજે અમદાવાદના જન્મદિવસની ઉજવણી અમદાવાદ શહેરના મેયર, ભાજપના અગ્રણી અને બોલીવુડ એક્ટર વિવેક એબોરોયની હાજરીમાં માણેક બુર્જ ખાતે કરવામાં આવી હતી. કહેવાય છે કે સત માણેકજી દ્વારા બનાવવામાં આવેલો માણેક બુર્જ અમદાવાદનો પ્રથમ સ્થાપત્ય ગણાય છે અને ત્યારબાદ ભદ્વનો કિલ્લો બનાવવામાં આવેલો હતો.

પ્રસંગે મેયર ગૌતમ શાહે જણાવ્યુ હતું કે અમદાવાદી તરીકે દરેક નાગરિક ગર્વ લે છે કારણ કે અમદાવાદમાં પોળોનો ભવ્ય વારસો આજે પણ એટલો અડીખમ છે તો પશ્રિમ અમદાવાદમાં આધુનિકતાનો વિકાસ થઇ રહ્યો છે. ખાસ કરીને વર્લ્ડ હેરીટેજ સીટી જાહેર થયા બાદ અમદાવાદનો જન્મ દિવસ પ્રથમ વાર આવી રહ્યો છે તે આપણા માટે ગર્વની બાબત છે અને આપણા પોતીકા અમદાવાદના જન્મદિવસની ઉજવણીમાં દરેક અમદાવાદી હિસ્સો બને તે જરૂરી છે.

જ્યારે વિશેષ મહેમાન બનેલા વિવેક ઓબરોયે જણાવ્યું કે અમદાવાદની છાપ તેમના માટે એક અનોખી છે કારણ કે ભવ્ય વારસો સચવાયો છે. તેમણે અમદાવાદની પોળો જોઇ છે તો અત્યાધુનિક બિલ્ડીગો પણ જોઇ છે. અમદાવાદની સ્થાપનાની ઓળખ સમાન માણેક બુર્જ જે 607 વર્ષ જુનો છે.તે તેની એક ઉમદા મિશાલ છે.

અમદાવાદના ભવ્ય વારસાની વાત કરીએ તો ભદ્વનો કિલ્લો, ભદ્રકાળી માતાનું મંદિર, રાણીનો હજીરો, ત્રણ દરવાજા. કાલુ પુર સ્વામી નારાયણ મંદિર, સીદી સૈયદની જાળી, એલિસબ્રીજ, ગણેશ મંદિર. સરખેજ રોઝા, ગાંધી આશ્રમ, દાંડી પુલ, કોચરબ આશ્રમ સહિતની અનેક જગ્યા છે જે અમદાવાદનું જ નહી પણ સમગ્ર ભારતનું ગર્વ છે. હેરીજેટ વોકની શરૂઆત કરનાર અમદાવાદ ભારતનું પ્રમથ શહેર છે.

અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ આજે વિદેશથી અમદાવાદમાં ફરવા માટે આવતા લોકોમાં પોળો સૌથી મહત્વના બની રહ્યા છે.કારણ કે તેનું બાંધકામ , પાણી સ્ટોરેજની યોજના જેવી બાબતો તેમને અંચબામાં મુકી દે છે. સાથોસાથ કાલુપુરમાં આવેસું સ્વામીનારાયણ મંદિર કે જેની સ્થાપના ખુદ ભગવાન સ્વામીનારાયણે કરી હતી અને એવુ કહેવાય છે કે આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમયે અંગ્રેજોએ 21 તોપોની સલામી આપી હતી.

(5:43 pm IST)