Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ખેડૂતોની જમીન માપણીમાં સંતોષકારક કામગીરી થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસોઃ નીતિનભાઇ પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં ખેડૂતોની જમીન અંગે રી-સર્વે કામગીરીમાં વિવાદ સર્જાતા આ અંગે નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોને સંતોષકારક કામગીરી ન લાગે ત્યાં સુધી જમીન માપણી કરવામાં આવશે નહીં.

રાજ્યમાં કરવામાં આવેલી જમીનની સેટેલાઈટ માપણી બાદ વિવાદ સર્જાયો હતાે જેમાં ખેડૂતોના 7-12ના ઉતારાઅો બદલાઈ જતાં ખેડૂતોમાં અસંતોષની લાગણી જન્મી હતી. ખેડૂતોઅે અા બાબતે વિરોધ દર્શાવ્યો હતો. અાખરે ખેડૂતોઅે સરકાર સમક્ષ રજૂઅાતો કરતાં હાલમાં વિવાદ ટળ્યો છે.  લેન્ડ રેકોર્ડ્સ મોડર્નઇઝેશન પ્રોગ્રામ હેઠળ રાજ્યમાં સવા કરોડ સર્વે નંબરોની માપણી થઈ હતી. જેમાં ભૂલ ભરેલી અને ખોટા નકશા બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ નવી જમીન માપણીનાં આધારે બનેલા રેકોર્ડ્સથી ભાઈ-ભાઈ અને પડોશી-પડોશી વચ્ચે કાનૂની લડાઈ અને વેર-ઝેર ઉભી થવાની શક્યતા સામે અાવી હતી. અા અંગે કોંગ્રેસે પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો. અાજે વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે નિવેદન અાપ્યું છે કે જ્યાં સુધી ખેડૂતોને ને જમીન માપણી માટે સંતોષ નહીં થાય ત્યાં સુધી જમીન મુદે રી સર્વે અને માપણી ની કામગીરી હાથ નહીં ધરવામાં આવે.

(4:41 pm IST)