Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

નરહરિ અમીનના કુળદીપક ચિ. વરુણના જન્મદિનની ઉજવણીઃ મહાનુભાવોનો મેળાવડો

વિજય રૂપાણી, કેશુભાઇ, શંકરસિંહ, નીતીન પટેલ, અહેમદ પટેલ, મંત્રી મંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓની હાજરી

રાજકોટઃ ગુજરાત રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન અને શ્રીમતી નીતાબેન અમીનના સૂપૂત્ર નિરમા યુનિવર્સિટીના એમ.બી.એ.ના વિદ્યાર્થી ચિ. વરુણ અમીનના જન્મદિન નિમિતે ગાંધીનગર પાસેના હીરામણી ફાર્મમાં ૧પ ફેબ્રુઆરીએ શાનદાર ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલ, પૂર્વ મુખ્યમંત્રીઓ કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલા, મહેસુલ મંત્રી કૌશિક પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ મહાંત્રી ભીખુભાઇ દલસાણીયા, ઉપપ્રમુખ આઇ.કે.જાડેજા, જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સાંસદ શ્રી અહેમદ પટેલ, અમદાવાદના મેયર ગૌતમ શાહ, પૂર્વ મેયર હિંમતભાઇ પટેલ, જય અમિતભાઇ શાહ, ધારાસભ્ય રાકેશ શાહ, પૂર્વ કોંગી ધારાસભ્ય સિધ્ધાર્થ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયા, સિન્ડીકેટ સભ્ય ધ્રુમિલ પટેલ, ઇન્દ્રવિજયસિંહ, દિગ્વિજયસિહ, ગાંધીનગરના કલેકટર સતિષ પટેલ, જાણીતા ઉદ્યોગપતિ પાટીદાર અગ્રણી ચંદુભાઇ ફળદુ, સિનિયર પોલીસ અધિકારી એ.કે.સુરોલિયા, ધારાસભ્ય શંભુજી ઠાકોર, પૂર્વમંત્રી જયનારાયણ વ્યાસ, યુ.એસ.એ. નિવાસી બંસીભાઇ પટેલ, વિષ્ણુભાઇ પટેલ, ચિરાગ અમીન, ચંદ્રેશ પટેલ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ નિર્મમભાઇ શાહ, અજય ઉમટ, સુધીરભાઇ નાણાવટી, પરિમલભાઇ નાણાવટી, ભરતભાઇ ઝવેરી, ડો. કેતનભાઇ દેસાઇ, ડો. આર.કે.પટેલ, પી.પી.પાંડે, આશિષ અમીન, આર.સી. પટેલ, હિતેષભાઇ પોચી, વી.વી.રબારી, એ.કે.જાડેજા, વસંતભાઇ રાવલ, મહેશભાઇ અમીચંદભાઇ પટેલ, ભવાનભાઇ ભરવાડ વગેરેએ ઉપસ્થિત રહી ચિ. વરુણને બાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શુભકામના (મો.૯૮રપ૦ ૦૬૬૬૭) પાઠવેલ શ્રી નરહરિ અમીને અકિલા પરિવાર સાથેના વર્ષો જુના આત્મીય નાતાના અનુસંધાને અકિલા પરિવારને નેહ નિતરતુ નિમંત્રણ પાઠવેલ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ શુભેચ્છા પત્ર પાઠવેલ  અકિલા પરિવાર વતી ડો. અનિલ દશાણી રૂડા અવસરના સાક્ષી બન્યા હતા. અમીન પરિવાર વતી ઘનશ્યામભાઇ અને પ્રવીણભાઇ તથા અન્ય સભ્યોએ સૌ મહેમાનોને આવકાર્યા હતા.

(4:25 pm IST)
  • મોરબી પંથકમાં ૩ અકસ્માતમાં ૩ના મોતઃ આર.ટી.ઓ. પાસે ડમ્પર હડફેટે અસગરભાઇ, ટ્રેક્ટર પલ્ટી ખાતા નાગડાવાસના સુરપાલભાઇ તથા લાલપર પાસે ડમ્પર હડફેટે હમીરભાઇનું મોત access_time 2:20 pm IST

  • શ્રીદેવીનું ડેથ સર્ટિફીકેટ જારી કરાયું : ફોરેન્સિક રિપોર્ટ પણ આવ્યો : ભારતીય દુતાવાસને સોંપાયો access_time 4:38 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને ફરી એકવાર ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ડિહાઈડ્રેશન અને બ્લડ પ્રેશરની ફરિયાદને લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, તેઓ ગુરુવારે જ મુંબઈથી સારવાર લઈને ગોવા ગયા હતા.: access_time 9:23 am IST