Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રાજકોટ જિલ્લામાં રર૦૬ર નોંધાયેલા બેરોજગારો

ગાંધીનગર તા. ર૬: રાજકોટ અને બોટાદ જિલ્લામાં બેરોજગારોમાં રોજગારી અંગે કોંગ્રેસના લલીતભાઇ વસયાના એક પ્રશ્નના ઉત્તરમાં શ્રમ અને રોજગાર મંત્રી દીલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, તા. ૩૧/૧ર/૧૭ના સ્થિતિએ રાજકોટ જિલ્લામાં શિક્ષિત ૧૯૯૯પ અને અન્ય શિક્ષિત ર૦૬૬ મળી કુલ રર૦૬૧ બેરોજગારો નોંધાયેલ છે. જયારે બોટાદ જિલ્લામાં કુલ પ૪૭૯ બેરોજગારો નોંધાયેલ છે. આ પૈકી છેલ્લા બે વર્ષમાં રાજકોટમાં કુલ પ૩૬૮૩ અને બોટાદમાં ૪પ૧ર બેરોજગારોને રોજગારી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સરકારી નોકરી ૧૮ બેરોજગારોને મળી છે.

(4:19 pm IST)