Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ધારાસભા સંકુલમાં ધારાસભ્યો અને અધિકારીઓના વાહનોમાં તપાસ કરાતા હોહા...

ગાંધીનગર તા. ૨૬ : આજે વિધાનસભા સંકુલ પાસે આરટીઓ દ્વારા વાહન ચેકીંગ કરાતા હોહા... મચી જવા પામી હતી. સચિવ સંકુલ ખાતે ધારાસભ્યો - અધિકારીઓ અને કર્મચારીઓના વાહનનું અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવતા નાના-મોટા ઘર્ષણના બનાવ બનવા પામ્યા હતા.

આજે કોંગ્રેસના બે ધારાસભ્યો લલિત વસોયા અને કિરીટ પટેલ પણ આ તપાસમાં આવી ગયા હતા. ખાસ કરીને વાહનોમાં લગાવવામાં આવતી ફિલ્મ, બેલ્ટ અને ટુ વ્હીલરમાં હેલ્મેટ અંગે ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બાબતે હોહા... મચી જતા આરટીઓ દ્વારા આ તપાસની કામગીરી બંધ કરવામાં આવી હતી.

(4:00 pm IST)