Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

એશિયાનો સૌથી મોટો મેળો ઈન્ડિયાવુડ ૨૦૧૮નું બેંગ્લોરમાં આયોજન

વુડ અને ફર્નિચર મેન્યુફેકચરિંગ સેકટર માટે

અમદાવાદ,તા.૨૬: લાકડાના કામ અને મેન્યુફેકચરિંગ સેકટર માટે એશિયાના સૌથી મોટા કારોબાર મેળા ઈન્ડિયાવુડ ૨૦૧૮ના દસમાં સંસ્કરણનું આયોજન ૮ થી ૧૨ માર્ચ- ૨૦૧૮ વચ્ચે બીઆઈઈસી, બેંગ્લોરમાં કરવામાં આવશે. દેશભરમાંથી વુડ મેન્યુફેકચરિંગથી જોડાયેલ કારોબારી બેંગ્લોર ઈન્ટરનેશનલ એકિઝબિશન સેન્ટરમાં આયોજિત આ પ્રદર્શનીમાં ભાગ લેશે. ઈન્ડિયાવુડ ૨૦૧૮માં ૪૦ દેશ અને ૨૨ રાજયોમાંથી ૮૫૦ પ્રોદર્શક ભાગ લેશે, પ્રદર્શનીમાં ૧૨ દેશોના પેવેલિયન પણ હશે. આ વર્ષે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રદર્શક ઈન્ડિયાવુડ ૨૦૧૮માં ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શની એક એવો મંચ છે જેના માધ્યમથી ફર્નિચર ઉદ્યોગથી જોડાયેલ દિગ્ગજોને ફર્નિચર ઉત્પાદનની તકનીકો, વુડવર્કિંગ મશીનો, ઉપકરણો, ફિટિંગ, એકસેસરીઝ, કાચો માલ વગેરે દર્શાવાની તક મળે છે. આ સાથે ભારતનું ફર્નિચર બજાર દુનિયામાં ૧૪માં સ્થાન પર છે. દેશમાં ફર્નિચર મેન્યુફેકચરિંગની પદ્ધતિઓ ઝડપથી બદલાઈ રહી છે, પરંતુ આજે પણ ૬૦ ટકા ફર્નિચર ઉદ્યોગને મલેશિયા અને ચીન જેવા દેશોમાં મુકાબલો કરવામાં સક્ષમ બનાવશે. ઈન્ડિયાવુડ ૨૦૧૮માં ૨૦૦થી વધારે ઉત્પાદોની લોન્ચ કરવાના છે અને ૬૦,૦૦૦થી વધારે વિઝિટર્સનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

(3:51 pm IST)