Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગૂગલે તેજ પર બિલ પેમેન્ટ ફિચર સામેલ કર્યું

અમદાવાદ,તા.૨૬: પોતાની ડિજિટલ પેમેન્ટ એપ તેજ પર નવા ફિચર્સ ઉમેરવાનું ચાલુ રાખીને ગૂગલ ઈન્ડિયાએ થોડી મિનિટોમાં નહીં પણ સેકન્ડોમાં જ યુઝર્સને ટ્રાન્ઝેકશન ચાર્જ વિના તેમના  બિલ ચૂકવવાની સવલત મળે એ માટે ખાસ ડિઝાઈન્ડ ફિચર ગૂગલ ઈન્ડિયાએ ઉમેર્યું છે. રાષ્ટ્રીય અને રાજય કક્ષાના ઈલેકટ્રીસિટી પ્રોવાઈડર્સ જેમ કે ગેસ, વોટર, ડિટીએચ અને મોબાઈલ પોસ્ટપેઈઝ બિલ્સ અને રિચાર્જ સહિતના ૮૦થી વધુ બિલર્સ માટે સપોર્ટ શરૂ કરવામાં આવ્યો છે. નવા બિલ પેફિચરમાં ગુજરાતના મોટા યુટિલિટી સપ્લાયર્સ જેમ કે અદાણી ગેસ, ગુજરાત ગેસ લિમિટેડ, ટોરેન્ટ પાવર, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્યગુજરાત વીજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ અને દમણ તથા દીવ ઈલેકટ્રીસીટી ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરાયો છે.

(3:50 pm IST)