Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

હવે ગલ્ફ ફુડમાં IIIEMના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત

આઇઆઇઆઇઇએમ દ્વારા બિઝનેસ ટુરનું આયોજન : દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં યોજાયેલા ગલ્ફ ફુડમાં ૫૦૦૦થી વધુ પ્રતિનિધિ, ૧૮૫ દેશોએ ભાગ લઇ જાણકારી મેળવી

અમદાવાદ,તા. ૨૫ : એશિયાના સૌથી મોટા વાર્ષિક ફુડ એન્ડ હોસ્પિટાલિટી ટ્રેડ ફેર પૈકીના એક - ગલ્ફ ફુડ ૨૦૧૮માં ભાગ લેવા માટે અમદાવાદના ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્ષ્પોટ મેનેજમેન્ટ(આઇઆઇઆઇઇએમ) દ્વારા પાંચ દિવસીય બિઝનેસ ટુરનું આયોજન કરાયું હતું. જેમાં ફુડ ઇન્ડસ્ટ્રીઝનું બેકગ્રાઉન્ડ ધરાવતા તથા ફુડ પ્રોડકટ્સમાં પોતાનો ઇમ્પોર્ટ અને એક્ષ્પોર્ટનો કારોબાર શરૂ કરવા ઇચ્છતા ૨૬ સહભાગીઓએ ભાગ લીધો હતો. આઇઆઇઆઇઇએમના પ્રતિનિધિમંડળે યુએઇમાં કારોબારની વધુ તકો અંગે જાણકારી મેળવવા માટે દુબઇમાં કોન્સ્યુલ જનરલની મુલાકાત પણ લીધી હતી.

તેમણે યુએઇ મારફતે ગલ્ફ દેશોમાં એક્ષ્પોર્ટની તકો અંગેની જાણકારી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન ઇન્સ્ટીટટયુ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્ષ્પોર્ટ મેનેજમેન્ટ (આઇઆઇઆઇઇએમ) હંમેશાથી આયાત અને નિકાસ બાબતે વર્તમાન અને ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપી કારોબાર વિસ્તારવા તેમ જ આ ક્ષેત્રના પડકારો અંગે જાણકારી ફેલાવવા માટે હંમેશાથી સતત પ્રયત્નશીલ રહ્યું છે. દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે તા.૧૮થી ૨૨ ફેબ્રુઆરી દરમ્યાન યોજાયેલા તથા ૧૦ લાખ ચોરસફુટ ક્ષેત્રફળના વિશાળ મેદાનમાં ફેલાયેલા ગલ્ફ ફુડ ૨૦૧૮ની ૨૩મી આવૃત્તિમાં આશરે ૫૦૦૦થી વધુ એકઝીબીટર્સ તથા ૧૮૫ જેટલા દેશોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગલ્ફ ફુડ ૨૦૧૮માં ફુડ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીને ખરીદદાર અને વેચાણકારોને એક જ પ્લેટફોર્મ પર એકસાથે આવવામાં બહુ ઉમદા તક પ્રાપ્ત થઇ હતી. જેના કારણે તેમના આયાત અને નિકાસ કારોબાર, વેપાર સાથે સંકળાયેલા કારોબારીઓને આ ક્ષેત્રની નવી તકો, સંભાવનાઓ, નેટવર્કિંગ સહિતના ઉપયોગી વિષયોની જાણકારી અને માર્ગદર્શન મેળવવાની તક સાંપડી હતી.

(1:09 pm IST)