Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધ્યું : પારો ૩૬ સુધી પહોંચ્યો

મહુવામાં પારો ૩૮થી પણ ઉપર પહોંચ્યો :અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં હજુ પણ વધારો થવા સંકેત : બેવડી સિઝનના લીધે લોકો બિમારીના સકંજામાં

અમદાવાદ,તા. ૨૬ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધતા લોકો હવે તાપનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. રવિવારની સરખામણીમાં આજે સોમવારના દિવસે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો થતાં તીવ્ર તાપનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો. આજે પણ રાજ્યના અનેક ભાગોમાં પારો ૩૭થી ઉપર પહોંચ્યો હતો.

પંખા અને એસીના ઉપયોગ સતત વધી રહ્યા છે. આગામી દિવસોમાં પંખા અને એસીના બજારમાં તેજી આવવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. રાજ્યના અનેક ભાગોમાં પારો ૩૭ ઉપર પહોંચી ગયો હતો તેમાં સુરત, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટનો સમાવેશ થાય છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તીવ્ર ગરમીનો અનુભવ થવાની શક્યતા જાણકાર લોકો વ્યક્ત કરી રહ્યા છે. સવારે ફુલગુલાબી ઠંડીનો અનુભવ સવારના ગાળામાં થઇ રહ્યો છે. જો કે બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદમાં મિશ્ર સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મિશ્ર સિઝન વચ્ચે હવે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તમામ જગ્યાઓ ઉપર હવે પંખા અને એસીનો ઉપયોગ થવા લાગી ગયો છે. હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર-પશ્વિમી પવાનો ફુકાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, લઘુત્તમ તાપમાનમાં આગામી બે દિવસ દરમ્યાન કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે. બીજી બાજુ ગાંધીનગરમાં આજે પારો લઘુત્તમ તાપમાનમાં ૧૬.૫ અને મહત્તમ તાપમાનમાં ૩૫.૨ ડિગ્રી સુધી રહ્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૮.૮ અને મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયુ ગયુ હતું. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા ઓછી છે. બીજી બાજુ અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૯ સુધી પહોંચી શકે છે જેથી મહત્તમ તાપમાન પણ આજ કરતા વધારે રહેશે.

ક્યા કેટલું તાપમાન.....

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ........................................................ ૩૬

ડિસા............................................................. ૩૬.૫

ગાંધીનગર.................................................... ૩૫.૨

વીવીનગર.................................................... ૩૫.૭

વડોદરા......................................................... ૩૬.૨

સુરત............................................................ ૩૭.૬

વલસાડ........................................................ ૩૫.૯

અમરેલી........................................................ ૩૭.૪

ભાવનગર..................................................... ૩૫.૮

પોરબંદર....................................................... ૩૬.૬

રાજકોટ......................................................... ૩૭.૫

સુરેન્દ્રનગર....................................................... ૩૭

ભુજ.................................................................. ૩૭

નલિયા............................................................. ૩૬

કંડલા એરપોર્ટ................................................ ૩૬.૬

મહુવા........................................................... ૩૮.૬

(8:16 pm IST)