Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગાંધીનગરઃ ૪ વર્ષીય માસુમ બાળા પર દુષ્કર્મ

બાળકી લોહીલુહાણ હતી અને તેણે પહેરેલું શર્ટ ગાયબ હતુ

ગાંધીનગરઃ ૪ વર્ષીય માસુમ બાળા પર દુષ્કર્મ

અમદાવાદ તા. ૨૬ : ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં પોતાના ઘરની બહાર ઊંઘી રહેલી માસુમ બાળાને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી. પેથાપુર પોલીસે POCSO અંતર્ગત કેસ નોંધ્યા બાદ આ મામલે ગાંધીનગર સર્કલ પોલીસ ઇન્સ્પેકટરે (CPI) તપાસ હાથ ધરી છે. સારવાર માટે બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે.

તપાસકર્તાઓ મુજબ મજૂરી કામ કરતો આ પરીવાર ગામની ખુલ્લી જગ્યામાં રહે છે. કપલને ૨ છોકરા અને ૪ છોકરી સહિત ૬ બાળકો છે. બધા ભાઇ બહેનોમાં સૌથી નાની બાળા આ ઘટનાનો શિકાર બની. રાત્રે ૧૦.૩૦ વાગ્યે તે પોતાના પિતા સાથે ઊંઘી રહી હતી અને તે સમયે કંઇક કામ માટે તેના મમ્મી બહાર ગયાં હતાં.

પોલીસે જણાવ્યું કે, 'છોકરીના કાકાએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું કે રાત્રે ૧.૪૫ વાગ્યાની આસપાસ બાળકી રહેણાકથી ૭૫ ફૂટ દૂર મળી આવી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળ્યા બાદ તેમણે તેને શોધી લીધી હતી.' બાળકી લોહીલુહાણ હતી અને તેણે પહેરેલું શોર્ટ ગાયબ હતું. સારવાર માટે બાળાને તરત ગાંધીનગર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી. મેડિકલ પરીક્ષણમાં રેપ થયો હોવાની પુષ્ટિ થઇ છે.

CPI એલ.ડી. વાઘેલાએ કહ્યું કે, અમે તમામ શકય એન્ગલની તપાસ કરી રહ્યા છીએ. વધુ પરીક્ષણ માટે શારીરિક પ્રવાહીને ભેગો કરવામાં આવ્યો છે. ફોરેન્સિક એકસપર્ટ જીપી દરબાર અને વાઘેલાએ ઘટના સ્થળની મુલાકાત લઇ પડોશીઓની પૂછપરછ કરી હતી. પોલીસને શંકા છે કે પરીવારની નજીકના જ કોઇ શખ્સે રેપ કર્યો હોઇ શકે છે.(૨૧.૮)

(10:20 am IST)
  • જી પ્રધાન શ્રીદેવીના મૃત્યુ પાછળ કોઈક પ્રકારની હવાલા લીક હોવાનું જણાવે છે અને એનઆઈએ (નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી) દ્વારા સંપૂર્ણ તપાસની માંગણી કરી છે તેમણે પીએમઓ ઇન્ડિયાને બને એટલે ઝડપથી વિસ્તૃત રિપોર્ટ માંગવા પણ વિનંતી કરી છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે મને મળેલા અહેવાલો મુજબ દુબઈમાં શ્રીદેવી જ્યાં ઉતરી હતી તેનાથી ત્રણ ફ્લોર નીચે મોટો હવાલા ઓપરેટર પર ઉતર્યો હતો access_time 1:35 am IST

  • મોરબી પંથકમાં ૩ અકસ્માતમાં ૩ના મોતઃ આર.ટી.ઓ. પાસે ડમ્પર હડફેટે અસગરભાઇ, ટ્રેક્ટર પલ્ટી ખાતા નાગડાવાસના સુરપાલભાઇ તથા લાલપર પાસે ડમ્પર હડફેટે હમીરભાઇનું મોત access_time 2:20 pm IST

  • ચારેકોર નીરવ મોદી અને પીએનબી કૌભાંડની વાતો સહુ કરે છે પણ અમારૃં તો વિચારો? : નિરવ મોદીના વિવિધ એકમોમાં કામ કરતા અને બેકાર જેવી સ્થિતિમાં આવી ગયેલા સેંકડો નોકરીયાતોનો વેધક પ્રશ્ન : તમામની કફોડી હાલત : કોઈએ હોમ તો કોઈએ શિક્ષણ લોન લીધી છે : કોઈને ઓપરેશન છે તો કોઈને બીજા દેવા ભરવાના છે પણ સરકાર કે કંપની પાસે આ નોકરીયાતો માટે કોઈ જવાબ નથી access_time 3:54 pm IST