Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વોન્ટેડ બુટલેગર સચીન ઠાકરેને વલસાડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો

સચિન છ થી સાત ગુન્હામાં હતો વોન્ટેડ :વલસાડ પોલીસના આકરા પગલાંથી કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા

વલસાડ : રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દક્ષિણ ગુજરાતમાં કરોડોનો દારૂ અવારનવાર ઝડપાય છે. બુટલેગરો યેન-કેન પ્રકારે કોઈને કોઈ નવા નુશખા કરી દારૂ ગુજરાતમાં ઘુસાડે છે જોકે વલસાડ પોલીસની કડક નીતિના કારણે અનેક લિકર માફિયા અને બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બનેલા વોન્ટેડ બુટલેગર સચીન ગોવિંદરાવ ઠાકરેને અંતે વલસાડ ગ્રામ્ય પોલીસે દબોચી લીધો છે. આ સચિન 6થી 7 જેટલા ગુનામાં વોન્ટેડ હતો.

વલસાડ પોલીસે દમણ અને વલસાડના અનેક નામ-બેનામી બુટલેગરોને જેલ હવાલે કર્યા છે. પોલીસ તપાસમાં 196 વિદેશી દારૂની પેટી સાથે કુલ 13 લાખ 71 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

(9:15 am IST)