Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક હેમંત ચૌહાણનું ઉજૈનનમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સન્માન

40 વર્ષથી 8000થી વધારે લોકગીત,ભજનો અને ગરબાની રચના કરનાર લોકગાયકને એવોર્ડ આપવા બ્રિટિશ સાંસદ વીરેન્દ્ર શર્મા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના ચેરમેન ડો. દિવાકર સુકુલના ઉપસ્થિત રહ્યા

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક હેમંત ચૌહાણનું ઉજૈનનમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સન્માન કરાયું છે છેલ્લા 40 વર્ષથી 8000થી વધારે લોકગીત,ભજનો અને ગરબાની રચના કરનાર લોકગાયકને એવોર્ડ આપવા બ્રિટિશ સાંસદ વીરેન્દ્ર શર્મા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના ચેરમેન ડો. દિવાકર સુકુલના ઉપસ્થિત રહ્યા હતા.

પંખીડા ઓ પંખીડા’ , ‘હે માનવ વિશ્વાસ કરી લે’ અને ‘તું રંગાઇ જાને રંગમાં’ જેવા ગુજરાતી ભજનો અને લોકગીતોને ખુણે ખૂણે ગુંજાવનાર હેમંત ચૌહાણનું તાજેતરમાં મહાકાળની નગરી ઉજ્જૈનમાં યોજાયેલા કબીર મહોત્સવમાં ખાસ સન્માન કરવામાં આવ્યું હતું  ગુજરાતી ભાષામાં 40થી પણ વધારે વર્ષો સુધી 8000થી વધારે લોકગીત, ગરબા અને ભજનોની રચના કરવા બદલ ગાયક હેમંત ચૌહાણનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અન્ય રાજ્યોમાંથી આવેલા કબીર પ્રેમી તથા કલાકારોએ પોતાની કલા પ્રદર્શિક કરી હતી. લોક ગાયક હેમંત ચૌહાણને ખાસ એવોર્ડ આપવા માટે લંડનથી બ્રિટિશ સાંસદ વીરેન્દ્ર શર્મા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના ચેરમેન ડો. દિવાકર સુકુલના ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે જ હેમંત ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે હેમંત ચૌહાણે ગુજરાતી ભાષા ક્ષેત્રમાં ભજન અને સંતવાણીના અનેક આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં સેંકડો આલ્બમો રચ્યા છે. જે દશકાઓ સુધી લોકમુખે પ્રચલિત થઈ ચૂક્યા છે.

(9:15 am IST)