Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

કુમારખાણ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

-- વિરમગામના એસડીએમ IAS કંચનએ ધ્વજ ફરકાવ્યો અને પ્રસંગિક ઉદબોધન કર્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ: 26 જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા પ્રાથમિક શાળા કુમારખાણ ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં વિરમગામના એસડીએમ‌ IAS કંચનએ ધ્વજ ફરકાવ્યો અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. કુમારખાણ ખાતે આયોજિત કાર્યક્રમમાં એસડીએમ IAS કંચન, મામલતદાર રણજીતસિંહ મોરી, તાલુકા વિકાસ અધિકારી ધવલ દેસાઈ, ચૂંટાયેલા પદાધિકારીઓ, પોલીસ જવાનો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(6:53 pm IST)