Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે દેત્રોજ ખાતે તિરંગાને સલામી આપી વિદ્યાર્થીઓને સંબોધન કર્યું

આઝાદીની લડતમાં લડવું અને મરવું જરૂરી હતું પરંતુ આજે આ મજબૂત ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સૌએ જીવવું ખુબ જરૂરી છે : હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ૭૪મા પ્રજાસત્તાક દિવસ પર વિરમગામ વિધાનસભાના દેત્રોજ સ્થિત શેઠ શ્રી એલ.વી અને કે.વી ભાવસાર વિદ્યામંદિર ખાતે ભારતના અભિમાન સમાન તિરંગાને સલામી આપી તથા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.

   હાર્દિક પટેલે કહ્યું કે આઝાદીની લડતમાં લડવું અને મરવું જરૂરી હતું પરંતુ આજે આ મજબૂત ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સૌએ જીવવું ખુબ જરૂરી છે. ભારતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરીના હાર્દિક પટેલે વિસ્તૃત અને સંતોષકારક જવાબ આપ્યા. હાર્દિક પટેલે  દેશ માટે બલિદાન આપનાર સૌ મહાન ક્રાંતિકારીઓને નમન કર્યા હતા.

(6:52 pm IST)