Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

બામણવા ગામ નજીક અજાણ્યા વાહનની હડફેટે 1 શખ્સનું મૃત્યુ

આણંદ : ખંભાત-નડિયાદ રોડ ઉપર આવેલ બામણવા ગામ નજીક ગઈકાલ સમી સાંજના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ કોઈ અજાણ્યા વાહને એક રાહદારીને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાના કારણે બામણવા ગામે એક તમાકુની ખરીમાં રહેતા સોમાભાઈ જીણાભાઈ સોલંકી (ઉં.વ.૫૫)નું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના  દિવસે મજૂરી કામ અને રાત્રીના સુમારે વોચમેન તરીકે નોકરી કરતા હતા. ગત રોજ સાંજના છએક વાગ્યાના સુમારે સોમાભાઈ બામણવા ગામ નજીક આવેલ એક દુકાને જવા માટે ચાલતા નીકળ્યા હતા. દરમ્યાન ખંભાત-નડિયાદ રોડ ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સોમાભાઈને જોરદાર ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો અને યોગેશકુમાર સોમાભાઈ સોલંકીની ફરીયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:10 pm IST)