Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

પેટલાદ તાલુકાના ભુરાકુઈ નજીક સાંજના સુમારે કારે બાઇકને હડફેટે લેતા 7 વર્ષીય પુરીનું ઘટનાસ્થળેજ મોત

આણંદ : પેટલાદ તાલુકાના ભુરાકુઈ નજીક મંગળવારે સાંજના સુમારે પૂરઝડપે આવી ચડેલી એક કારે મોટરસાઇકલને ટક્કર મારતા મોટરસાઇકલ પર સવાર દંપતીને ઈજાઓ પહોંચી હતી જ્યારે તેમની ૭ વર્ષીય પુત્રીનું ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ રુરલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ ગામના ડભાસી ગામના રાજુભાઈ કાભઈભાઈ ચૌહાણ (ઉં.વ. ૪૫) તેઓની પત્ની સરોજબેન (ઉં.વ. ૪૦) તેમજ પુત્રી પીન્કલબેન (ઉં.વ. ૭) સાથે મંગળવારે સાંજના સુમારે મોટરસાઇકલ પર સવાર થઈ નીકળ્યા હતા. દરમ્યાન તારાપુર-બોરસદ રોડ ઉપર આવેલ ભુરાકુઈ પાસે મહાલક્ષ્મી મંદિર પાસેથી તેઓની મોટરસાઇકલ પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પૂરઝડપે આવી ચડેલી એક કારના ચાલકે તેઓની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. જેમાં મોટરસાઇકલ પર સવાર દંપતી તેમજ બાળકી રોડ ઉપર પટકાયાં હતાં. રોડ પર પટકાવાના લીધે બાળકીને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ અકસ્માતમાં મોટરસાઇકલને ટક્કર માર્યા બાદ પૂરઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટિંયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર પણ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન તથા પેટલાદ રુરલ પોલીસને કરાતાં ૧૦૮ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

(5:07 pm IST)