Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સુરત:પાંડેસરા-વડોદ રોડ પર એટીએમને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ થતા પોલીસ તંત્ર થયું વધુ સજાગ

સુરત: સુરતમાં ઠંડીના સુસવાટા વચ્ચે પાંડેસરા-વડોદ રોડ સ્થિત શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં ત્રાટકેલા બે ચોરે એટીએમનો સેફ્ટી લોક તોડી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જાણ થતા દોડી આવેલી પોલીસે એટીએમ બાદ પાનનો ગલ્લો તોડવાનો પ્રયાસ કરી રહેલા બંને ચોરને ગણતરીની મિનીટમાં ઝડપી પાડયા હતા.

શહેરમાં ઠંડીના સુસવાટા વચ્ચે પાંડેસરા-વડોદ ગામ રોડ સ્થિત કમલા ચોક નજીક શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ત્રાટકયા હતા. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રાટકેલા બે ચોર એટીએમમાં ઘુસી સેફટી ડોર તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને બેંકના એમ.એસ.એફના કંટ્રોલ રૂમ થકી પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી પરંતુ સેફટી ડોર તોડવામાં સફળતા નહીં મળતા બંને ચોર ત્યાંથી ભાગી ગયા હતા અને આગળ જઇ પાનનો ગલ્લો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

(5:45 pm IST)