Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

રાજપીપળાની કોલેજ સામેના ખાડામાં ગાય પડતા ઇજાગ્રસ્ત:સ્થાનિકોએ બહાર કાઢવા જહેમત ઉઠાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં હાલમાં ભગર્ભ ગટર અને પાણીની લાઇન માટે ખાડા ખોદયેલા છે જે ખાડા લાંબા દિવસો સુધી ખુલ્લા મૂકી દેવાતા તેમાં મૂંગા જાનવરો કે બાળકો પડવાનો ખતરો જણાઈ છે, રાજપીપળા કોલેજની સામે ઘણા દિવસથી ખુલ્લા મુકાયેલા ખાડા માં એક ગાય પડતા તેના આગળના પગમાં ઇજા થઇ હોવાથી એ ઉભી થઇ શકતી ન હોવાથી સ્થાનિકો એ ગાય ને બહાર કાઢવા ઘણી મહેનત કરી પરંતુ ઇજાના કારણે તે બહાર ન નિકળતા આખરે નગરપાલિકા માં જાણ કરી હતી.

(11:01 pm IST)