Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

નવાપરા (નિકોલી) ગામે જમીન બાબતે ઝગડો થતા હાથમાં પહેરેલા કડાથી મારી ઇજાઓ કરતા 3 વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવપરા નિકોલી ગામે જમીન બાબતે ઝગડો થતા માર મારનાર ત્રણ વિરુદ્ધ ફરીયાદ દાખલ થઈ છે

પ્રાપ્ત માહિતી અનુસાર સુનિલભાઇ ફોગટભાઇ વસાવા (ઉ.વ.૨૨ )(રહે.નવાપરા (નિકોલી) નાઓએ આપેલી ફરીયાદ મુજબ તારીખ 24 જાન્યુઆરી એ સાંજે સાત વાગે બનેલા બનાવમાં જમીન બાબતે બોલાચાલી થતા ગમે તેમ ગાળો બોલી હાથમાં પહેરેલ કડાથી મારી ઇજા કરેલ છે. સીમાબેન તથા સુશીલાબેન નાઓ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ઢીકાપાટુનો માર મારનાર ત્રણ પૈકી મનીષભાઇ રામદાસભાઇ વસાવા,સપનાબેન મનીષભાઇ અને જશોદાબેન રામદાસભાઇ વસાવા (ત્રેણ રહે.નવાપરા (નિકોલી) એ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(7:53 pm IST)